કોફી વીથ કરણમાં સૈફ અલી ખાનના બાળપણ અને કોલેજના કિસ્સાઓ વિશે શું કહ્યું માતા શર્મિલાએ?

  • December 28, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોફી વિથ કરણની સીઝન આઠમાં આ વખતે શર્મિલા ટાગોર અને સૈફ અલી ખાન પહેલીવાર મહેમાન તરીકે એકસાથે આવ્યા હતા. કરણ જોહરે પોતાની આગવી સ્ટાઈલમાં નિખાલસ સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સૈફ અલી ખાનના કોલેજના દિવસો અને તેના બાળપણના દિવસો વિશે ઘણી રસપ્રદ વાતો સામે આવી હતી.


કોફી વિથ કરણની સીઝન આઠમાં શર્મિલા ટાગોરને સૈફના બાળપણના દિવસો વિશે પૂછવામાં આવ્યું તો તેની માતા શર્મિલા ટાગોરે કહ્યું કે, સૈફ તેના બાળપણમાં ધનુષ અને તીર સાથે રમત રમતો. જેને કારણે તેને આંખમાં ઇજા થઇ હતી. જો કે આ એપિસોડમાં કરણે સૈફ અલી ખાનને રમૂજી સ્વરમાં ચીડવતા અને તેના કોલેજના દિવસોની યાદ અપાવતા પૂછ્યું કે, તમે કોલેજને બદલે બે અઠવાડિયાથી બે એર હોસ્ટેસ સાથે ક્યાંક ગાયબ થઈ ગયા હતા. તેના જવાબમાં સૈફે કહ્યું કે, તેની મજા અતિશયોક્તિપૂર્ણ છે, બે નહીં પરંતુ એક જ એર હોસ્ટેસ હતી. આ જવાબમાં સૈફએ આગળ હસીને હળવાશથી કહ્યું હતું કે, આ બધું તેમની માતા સામે પૂછવામાં આવી રહ્યું છે.


કોફી વીથ કરણના આ એપીસોડમાં શર્મિલા ટાગોરે કહ્યું કે, અમે સૈફને સ્કૂલનો અભ્યાસ પૂરો થયા બાદ સારી કોલેજમાં મોકલવા માગતા હતા. તેથી અમે તેને ડબલિનની કૉલેજમાં લઈ જવા માગતા હતા. અમે તેને ડબલિન લઈ ગયા પરંતુ તે યુનિવર્સિટીમાં ગયો ન હતો. એર હોસ્ટેસ સાથે વાત કર્યા પછી તે બીજે ક્યાંક ચાલ્યો ગયો. મહત્વનું છે કે આ સવાલ જવાબ દરમિયાન સૈફ અલી ખાન થોડો અસહજ પણ થઇ રહ્યો હતો અને વારંવાર તે કરણ જોહરને આ સવાલો તેમની માતા સમક્ષ શા માટે પૂછવામાં આવી રહ્યા છે તેમ પૂછતો હતો. જોકે આ માટે કરણ જોહરે સ્પષ્ટતા કરી હતી કે સૈફની આવી રસપ્રદ વાતો અંગે તેની બહેને જાણકારી આપી હતી.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application