વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શુભ ધડી આજે આવી છે. જેને લઇ છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારી ચાલી રહી હતી. તેમજ થોડા દિવસોથી આ પાવન પર્વમાં સહભાગી થવા માટે વિવિધ ક્ષેત્રોની હસ્તીને આમંત્રણ પણ પાઠવવામાં આવી રહ્યા હતા. ત્યારે ખાસ વાત કરવામાં આવે બોલિવૂડ જગતની તો બોલિવૂડમાંથી અમિતાભ બચ્ચન, રજનીકાંત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ સહિત ઘણા કલાકારોને પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવમાં સામેલ થવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પરંતુ બોલિવૂડના કેટલાક દિગ્ગજ કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. જે બાબત ચર્ચાનો વિષય બની છે. જીહા, શાહરૂખ ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધી ઘણા એવા સેલેબ્સ છે જેમને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. ત્યારે અમે આપને જણાવી એ સેલેબ્સ વિશે કે જેમને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળ્યું નથી.
એક અહેવાલ મુજબ બોલિવૂડના કિંગ ખાનને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. મહત્વનું છે કે આમંત્રણ ન મોકલવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સલમાન ખાન પણ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહનો ભાગ બની શકશે નહીં. તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. સલમાન ખાન સિવાય આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત બોલિવૂડના મોસ્ટ રોમેન્ટિક કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. આથી, તેઓ આ કાર્યક્રમનો હિસ્સો બની શકશે નહીં. દીપિકા-રણવીરની સાથે સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ સમારોહમાં હાજરી આપશે નહીં.
આપને જણાવી દઇએ કે, અનુપમ ખેર, દીપિકા ચિખલિયા, કૈટરની કૈફ, આલિયા ભટ્ટ સહિતના અનેક સેલેબ્સ અયોધ્યા ખાતે રામ ભગવાનના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા પહોંચી ગયા છે. આ સેલેબ્સના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં. અભિનેત્રી કંગના રનૌત 21 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા પહોંચી હતી. તેણે અયોધ્યામાં હનુમાન ગઢી પર સફાઇ કરી હતી. કંગનાએ સાવરણી વડે સફાઇ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યાર બાદ તેણે હવન પણ કર્યો હતો. જોકે કંગનાએ સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટા શેર કર્યા છે. પણ આ તરફ બોલિવૂડ જગતના કેટલાક દિગ્ગજોને આમંત્રણ ન મળતા તેઓ આ સમારોહમાં સામેલ નહી થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના વિકાસ માટે 605 કરોડથી વધુનો ભંડોળ ફાળવવાનો નિર્ણય
January 20, 2025 08:12 PMજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMબજેટમાં કસ્ટમ ડ્યુટી માફીની યોજનાની જાહેરાત થવાની શક્યતા, આ કારણે અપેક્ષા વધી
January 20, 2025 05:47 PMSynergie Company દ્વારા ડ્રાઇવરો ના આઈ ચેક અપ કેમ્પ રાખી વિનામૂલ્યે નંબરના ચસ્માં નું વિતરણ
January 20, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech