બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના દમદાર અભિનય અને તેની ફિલ્મોના ખાસ પાત્રો ભજવવા માટે જાણીતી છે. ત્યારે હવે કંગના રનૌત ફિલ્મ 'ઇમરજન્સી'માં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. આ માટે દર્શકોમાં પણ એટલો જ ઉત્સાહ છે. જો કે કંગનાએ તેની આ બહુપ્રતિક્ષિત ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
અભિનેત્રી કંગના રનૌતે તેની આગામી ફિલ્મ ઇમરજન્સીનું નવું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી છે. આપને જણાવી દઇએ કે આ ફિલ્મ હવે 14 જૂન, 2024ના રોજ રિલીઝ થવાની છે. ઇમરજન્સી ફિલ્મના પોસ્ટરમાં કંગના ઈન્દિરા ગાંધીના અવતારમાં જોવા મળી રહી છે. જોકે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે નવી રિલીઝ ડેટ કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન' સાથે ટકરાશે.
ફિલ્મ ઇમરજન્સી પહેલા નવેમ્બર 2023માં રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મ રિલીઝ કરવામાં આવી નહતી અને હવે આગામી જૂન મહિનામાં રિલીઝ થવાની હાલ જાહેરાત ખૂદ કંગનાએ જ કરી છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં કંગનાએ માત્ર મુખ્ય ભૂમિકા ભજવી નથી બલ્કે ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. આજે જયારે કંગનાએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. ત્યારે તેણે ફેન્સને એમ પણ કહ્યું હતું કે, 'પ્રિય મિત્રો, મારે એક મહત્વની જાહેરાત કરવી છે. ફિલ્મ ઈમરજન્સી મારા સમગ્ર જીવનની શીખ અને કમાણી છે. ઇમરજન્સી મારા માટે માત્ર એક ફિલ્મ નથી, તે એક વ્યક્તિ તરીકે મારી યોગ્યતા અને પાત્રની કસોટી છે. અમારા ટીઝર અને અન્ય એકમોને દરેક તરફથી મળેલા જબરદસ્ત પ્રતિસાદે અમને બધાને પ્રોત્સાહિત કર્યા. મારું હૃદય ખુશીથી ભરેલું છે અને હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મને ઈમરજન્સીની રિલીઝ ડેટ વિશે પૂછે છે.'
મહત્વનું છે કે આ પહેલા જ કંગના રનૌતે ફિલ્મના ટીઝરને મળેલા ઉત્સાહી પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેણે ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ ડેટ મોકૂફ રાખવા અંગે કારણ જણાવ્યું હતું અને વર્ષ 2024માં ફિલ્મ રિલીઝ થવા અંગે કહ્યું હતું ત્યારે ફાઇનલી ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ ડેટ કંગનાએ જણાવી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરને એવોર્ડથી સન્માનિત કરાશે
December 26, 2024 06:31 PMજામનગર સ્થિત કલાસ શ્રી કથક નૃત્યાલય દ્વારા કથક રંગમંચ પ્રવેશ કાર્યક્રમની ભવ્ય ઉજવણી
December 26, 2024 06:26 PM9 કરોડની લેમ્બોર્ગિની પણ સલામત નથી, મુંબઈના રસ્તા વચ્ચે ભડભડ સળગી, થઈ ગઈ સ્વાહા
December 26, 2024 06:10 PMસાબર ડેરીમાં બોઈલર સાફ કરતી વખતે ગૂંગળામણથી એકનું મોત, બે મજૂરોને હોસ્પિટલ ખસેડાયા
December 26, 2024 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech