કેટરીના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ 'મેરી ક્રિસમસ' આખરે 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મની ફિલ્મ રસિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે ફિલ્મ રિલીઝ થયાના પ્રથમ દિવસે એટલે કે ઓપનીંગને ખાસ કઇ રીસ્પોન્સ મળ્યો ન હોવાનું ધ્યાને આવે છે. આ ફિલ્મના ઓપનીંગને દર્શકો તરફથી ખાસ પ્રતિભાવ નથી મળી રહ્યો.
કેટરીના અને વિજયની આ ફિલ્મ મેરી ક્રિસમસ માટે ઘણી અપેક્ષાઓ હતી. કેમ કે, આ જોડી પ્રથમ વખત જ મોટા પડદા પર જોવા મળી રહી છે. ફિલ્મમાં કેટરીના અને વિજય બંને એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. પરંતુ ફિલ્મના ઓપનીંગ બોક્સ ઓફિસ કલેકશન એ સ્પષ્ટ કરે છે કે ફિલ્મને ધાર્યા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. આથી, કેટરીના અને વિજયની કેમેસ્ટ્રી દર્શકો પર પોતાનો જાદુ નથી ચલાવી શકી નથી.
આપને જણાવી દઇએ કે, મેરી ક્રિસમસની બોક્સ ઓફિસ પર ખૂબ જ નબળી શરૂઆત જોવા મળી છે. ફિલ્મ મેરી ક્રિસમસે તેના શરૂઆતના દિવસે માત્ર 2.55 કરોડ રૂપિયાનું જ કલેકશન કર્યું હતું. પ્રથમ દિવસના આ નબળા કલેકશનને જોતા ફિલ્મ લોકોની અપેક્ષા પર ખરી ઉતરે તેવું લાગતું નથી. જો ફિલ્મની ગતિ આ જ પ્રકારે ચાલુ રહેશે તો સ્પષ્ટ છે કે મેરી ક્રિસમસ વધુ કમાણી કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે મેરી ક્રિસમસ કેટરીનાની અત્યાર સુધીની સૌથી ઓછી ઓપનિંગ કરનારી ફિલ્મ સાબિત થઈ છે.
ફિલ્મની શરૂઆતના દિવસની કમાણીને ધ્યાને લઇએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકી રહે તેવી શકયતા પણ ખૂબ ઓછી જણાય રહી છે. બીજી મહત્વની વાત એ છે કે, જો શનિવાર અને રવિવારે મેરી ક્રિસમસની કમાણીમાં કોઈ ઉછાળો નહીં આવે તો કેટરીનાની આ ફિલ્મ ફ્લોપ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ જશે. ત્યારે હાલ તો સૌ કોઇની નજર આ ફિલ્મના વીકએન્ડ કલેક્શન પર ટકેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech