વોર અને પઠાણની સફળતા બાદ હાલ તો સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત ફિલ્મ ફાઇટર ખૂબ જ ચર્ચામાં છે. પહેલા તેના રિલીઝ થયેલા ત્રણેય ગીતો, તેનું ટીઝર અને ટ્રેલર ફિલ્મ રસિકોને ખૂબ જ પસંદ પડયા છે. ત્યારે આ ફિલ્મ ઝડપભેર સિનેમાઘરોમાં રિલીઝ થાય અને તેને માણી શકાય તેવી મનોરંજન રસિયાઓ ઇચ્છા ધરાવતા હતા. ત્યાર હવે ગણતરીના દિવસોમાં ફાઇટર રિલીઝ થવાની છે અને ફિલ્મ રસિકો માટે સમાચાર છે કે આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઇ ગયું છે.
સૌ પ્રથમ તો ફિલ્મ ફાઇટરને સેન્સર બોર્ડે લીલીઝંડી આપી દીધી છે. આ સાથે જ ફિલ્મને યુએ સર્ટિફિકેટ પણ આપી દેવાયું છે. એટલે ફિલ્મ ફાઇટર હવે સિનેમાધરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે આગામી 25 જાન્યુઆરીના આ ફિલ્મ રિલીઝ થવાની છે. જેના માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે નિર્માતાએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી ફાઇટરના એડવાન્સ બુકિંગ માટે જાણકારી આપી છે.
આ ઉપરાંત વાત કરવામાં આવે ફાઇટરના રનર ટાઇમ વિશે તો મળતી માહિતી અનુસાર બે કલાક 46 મિનિટ એટલે કે 166 મિનિટનો રનર ટાઇમ ફાઇટર ધરાવે છે. મહત્વનું છે કે આ પહેલા ફાઇટરના રનર ટાઇમ અંગે અફવા વહેતી થઇ હતી. જેનું ખંડન ખૂદ નિર્માતાએ કર્યું હતું પરંતુ એ સમયે તેમણે ફાઇટરના વાસ્તવિક રનર ટાઇમ વિશે માહિતી આપી નહોતી. હાલ તો ફિલ્મ ફાઇટર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે અને ગણતરીના દિવસો બાદ ફિલ્મ રિલીઝ થયા બાદ તે આ વર્ષની પ્રથમ બ્લોકબસ્ટર બને તેવી અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech