સહકારી બેંક ક્ષેત્રે અને સૌરાષ્ટ્ર્ર લેવલે નામ ધરાવતી રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણી આ વખતે ભાજપ સામે ભાજપ મામા–ભાણેજની બે પેનલ વચ્ચેની વિધાનસભા જેવી હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી ચૂંટણી બની હતી. જેમાં પ્રથમથી જ ભાજપ અને આરએસએસનું સમર્થન ધરાવતી મામાની સહકાર પેનલને કલીન ચીટ મળી છે. તમામ ૧૫ ઉમેદવાર વિજયી થતાં સંસ્કાર પેનલની છાવણીમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. હવે રાજકોટ નાગરીક બેંક પર મામાની સહકાર પેનલનો સંપુર્ણ કબજો રહેશે. આજે ચૂંટણી મત ગણતરી પ્રક્રિયા પુર્ણ થઈ છે. જેમાં સહકાર પેનલનો વનસાઈડેડ વિજય થયો છે પરંતુ સત્તાવાર પરિણામ કલેકટર દ્રારા તા.૨૧ના રોજ જાહેર કરવામાં આવશે.
રાજકોટ નાગરીક સહકારી બેંકમાં ૨૧ ડીરેકટરોની ચુંટણી યોજવા માટે કેન્દ્રના સહકારી વિભાગ દ્રારા ચૂંટણી અધિકારી તરીકે રાજકોટ કલેકટરને જવાબદારી સોંપાઈ હતી. આ ચૂંટણીમાં મામા જયોતીન્દ્રભાઈ મહેતા અને ભાણેજ કલ્પકભાઈ મણીયારની સહકાર તથા સંસ્કાર પેનલ વચ્ચેનો જગં હતો. મામાની સહકાર પેનલને ભાજપ તથા આરએસએસનું સમર્થન હતું. જયારે પ્રથમથી જ ભાજપમાં હોવા છતાં મણીયારની પેનલથી ભાજપ અળગું રહ્યું હતું અને બન્ને પેનલ વચ્ચે ૨૧ ડીરેકટરો માટેની ચૂંટણીના ફોર્મ ભરાયા હતા. મતદાન થાય એ પુર્વે જ સંસ્કાર પેનલના મુખીયા કલ્પક મણીયાર અને તેના ભાઈ મીહીર મણીયારના ફોર્મ રદ થતાં મતદાન પુર્વે જ સંસ્કાર પેનલને જોરદાર આંચકો લાગ્યો હતો. ૨૧ ડીરેકટરો પૈકી સહકાર પેનલના ૬ ડીરેકટરો ચૂંટણી પુર્વે જ બીનહરીફ થયા હતા.
બે મહિલા અનામત મળી ૧૫ બેઠકો માટે ચૂંટણી મતદાન પ્રક્રિયા થઈ હતી. ૯૬.૪૭ ટકા મતદાન થયું હતું. આજે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કલેકટર તંત્રના ૧૦૦થી વધુના સ્ટાફ સાથે મત ગણતરીનો આરભં થયો હતો. જેમાં પ્રથમ પરિણામમાં જ સહકાર પેનલના બે મહિલા ઉમેદવાર કિર્તીદાબેન જાદવ અને જયોતીબેન ભટ્ટના વિજય સાથે સહકાર પેનલે વિજયનો પાયો ધરબ્યો હતો. મત ગણતરીના એક પછી એક રાઉન્ડ બાદ સહકાર પેનલના જ તમામ હોદેદારો લીડ તરફ જતા હતા. તમામ રાઉન્ડ પુર્ણ થતાં સહકાર પેનલના ૧૫ ઉમેદવારોનો વિજય થયો હતો. આમ મામાની ભાજપ–આરએસએસ સમર્થીત સહકાર પેનલે ૨૧ ડીરેકટરો સાથે કલીન સ્વીપ મેળવી છે.
સંસ્કાર પેનલના એકપણ ઉમેદવારનો વિજય થયો ન હતો. આજે બીનસત્તાવાર રીતે જાહેર થયેલા પરિણામ બાદ ૧૫૦ ફત્પટ રીંગરોડ પર આવેલી નાગરીક બેંકની મુખ્ય કચેરી ખાતેના મતદાન કેન્દ્રની બહાર સહકાર પેનલમાં મીઠાઈ ખવડાવી, ફત્પલહાર પહેરાવી વિજયનો ઉન્માદ વ્યકત કરાયો હતો. જયારે સંસ્કાર પેનલમાં એકતરફી આંચકાજનક પરિણામથી ભારે સોંપો પડી ગયો હતો. ચૂંટણી મતદાન કેન્દ્ર પર સવારથી જ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટે. કમીટી ચેરમેન જયમીન ઠાકર, મેયર ઉપરાંત મનીષ રાડીયા, મયુર શાહ સહિતના ભાજપના હોદેદારો, પદાધિકારીઓ સહકાર પેનલના અગ્રણી હંસરાજભાઈ ગજેરા સહિતના હાજર રહ્યા હતા.
ચૂંટણી મત ગણતરી શરૂ થતાં જ કલેકટર પ્રભવ જોષી અને નિવાસી કલેકટર ચેતન ગાંધી પણ મતદાન કેન્દ્ર પર હાજર રહ્યા હતા અને તમામ પ્રક્રિયાનું નીરીક્ષણ કરી શાંતિપૂર્ણ રીતે મત ગણતરી પુર્ણ કરાવી હતી. આજે બીનસત્તાવાર રીતે સહકારી પેનલ વિજેતા જાહેર થઈ છે. જો કે, સત્તાવાર પરિણામ કલેકટર દ્રારા બે દિવસ બાદ તા.૨૧ના રોજ જાહેર કરવામાં આવશે
રાજપા, ભાજપા બાદ પ્રથમ વખત નાગરિક બેંકની હાઈ વોલ્ટેજ ચૂંટણી થઈ
રાજકોટ નાગરિક સહકારી બેંક પર બેંકની સ્થાપનાથી જ ભાજપ અને આરએસએસનું આધિપત્ય રહ્યું છે. આ બેંકમાં મહત્તમપણે તો સર્વાનુમતે ડિરેકટરોની પસંદગી નિમણુકં થતી હોય છે. બેંકમાં ત્રીજી વખત ચૂંટણી થઈ હોવાનું જાણવા મળે છે. સર્વપ્રથમ વખત ગોધુમલ આહત્પજાના સમયે અને ત્યાર બાદ ભાજપમાંથી છૂટા પડીને શંકરસિંહે રાજપા બનાવી ગુજરાતની ગાદી હાંસલ કરી હતી ત્યારે નાગરિક બેંકમાં રાજપા, ભાજપા વચ્ચે ચૂંટણીની લડાઈ થઈ હતી. તે સમયે રાજપામાં રહેલા રાજકોટના સ્થાનિક ભાજપના આગેવાનના જુથ અને રાજકોટ શહેર ભાજપ તથા આરએસએસ સમર્થીત જુથ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પણ ભાજપનો વિજય થયો હતો. ત્યાર બાદ હવે ભાજપ સામે ભાજપ જેવી મામા–ભાણેજની બે પેનલ લડી છે અને તેમાં આજે ભાજપ અને આરએસએસના ટેકાવાળાી જયોતીન્દ્રમામાની સહકાર પેનલ ૨૧ ડિરેકટર સાથે વિજયી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech