હિન્દુ મુસ્લિમ તહેવારોને અનુલક્ષી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ.....

  • March 23, 2024 09:44 AM 

હિન્દુ-મુસ્લિમ તહેવારો ને અનુલક્ષી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ.....

જામનગર શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈ તા.22-03-2024, શુક્રવાર ના રોજ સિટી “એ” પો.સ્ટે. ખાતે જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એન.રાઠોડ અને પીએસઆઇ ડી.જી.રામાનુજ ના અધ્યકક્ષ સ્થાને હિન્દુ-મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે શાંતિ સમિતિ ની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં આવતા હિન્દુ-મુસ્લિમોના તહેવાર જેમકે હોળી ધુળેટી નો તહેવાર તેમજ મુસ્લિમ સમાજ નો રમઝાન માસ નો તહેવાર ચાલતો હોય તે દરમ્યાન જામનગર શહેરમાં શાંતિ તથા ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય તે બાબત ની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બન્ને સમાજ ના આગેવાનો દ્વારા સાથ સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના એઅસઆઇ બસીરભાઇ મલેક ની અખબાર યાદીમાં જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application