'ચાંદામામાના આંગણામાં રમતું બાળક અને માતા', ઈસરોએ શેર કર્યો રોવરનો રમુજી વીડિયો

  • August 31, 2023 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોવરની દિશા બદલાવાઇ, X પર વાઈરલ થયો લેન્ડર અને પ્રજ્ઞાનનો વિડીયો

વૈજ્ઞાનિકો સમક્ષ પ્રશ્ન ચંદ્ર પર સલ્ફરનો સ્ત્રોત કઈ રીતે ?




ભારતના ચંદ્રયાન-૩ મિશનના પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટી પર સંશોધન કરવાનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તોફાની બાળકની જેમ મસ્તી કરતો જોવા મળે છે. ચંદ્રયાનના વિક્રમ લેન્ડરમાંથી રોવરનો ગોળ-ગોળ ફરવાનો વીડિયો લેવામાં આવ્યો છે. આ વિડિયો ઈસરો દ્વારા તેના ઓફીશીયલ X એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો, જે જોતા જ વાયરલ થઈ ગયો છે. ચંદ્રયાન મિશનના રોવરની આ રમતિયાળ સ્ટાઈલ પર યુઝર્સ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.


ઈસરોએ ૨૪ સેકન્ડના આ વીડિયો સાથે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'રોવરને સુરક્ષિત માર્ગની શોધમાં ફેરવવામાં આવ્યું છે, રોવરનું આ પરિભ્રમણ લેન્ડર ઈમેજર કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવ્યું છે. એવું લાગે છે કે જાણે કોઈ બાળક ચાંદામામાના આંગણામાં રમી રહ્યું હોય અને માતા તેને પ્રેમથી જોઈ રહી હોય.'


ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્ર પર ઉતરનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ છે. ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરની મદદથી ચંદ્ર પર ઉતર્યું. પ્રજ્ઞાન રોવર હવે વિક્રમ લેન્ડરમાંથી બહાર આવી રહ્યું છે અને ચંદ્ર પર તપાસ કરી રહ્યું છે. એક દિવસ પહેલા, એવું જાણવા મળ્યું છે કે રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઓક્સિજન અને સલ્ફરની હાજરી મળી છે. હવે વૈજ્ઞાનિકો સમક્ષ પ્રશ્ન એ છે કે ચંદ્ર પર સલ્ફરનો સ્ત્રોત કઈ રીતે છે? વૈજ્ઞાનિકો માને છે કે સલ્ફર સામાન્ય રીતે જ્વાળામુખીની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવે છે, પરંતુ ચંદ્ર પર સલ્ફરની હાજરી પાછળના સ્ત્રોત અંગે કોઈ પુષ્ટિ મળી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application