મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ આજે જૂનાગઢ, ગીરસોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે

  • July 21, 2023 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરી જૂનાગઢમાં રિવ્યુ બેઠક કરશે  જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સતત વરસાદથી ડેમો અવિરત છલકાતા ગ્રામ્ય પંથકમાં હજુ પણ પાણી ઓસરવાનું નામ લેતા નથી  એને પગલે અનેક લોકોના ઘરવખરી નો નાશ થયો છે જ્યારે ખેતરોમાં પાણી ભરાતા પાકને પણ નુકસાન થયું છે આ ઉપરાંત પશુપાલકોના પશુઓના પણ મોત થયા છે જેને પગલે સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જુનાગઢ અને ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ પરિસ્થિતિનો તાગ મેળવશે. માંગરોળ, ગીર સોમનાથ, તાલાળા ,માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ સાથે જૂનાગઢમાં સર્કિટ હાઉસ ખાતે રિવ્યુ મીટીંગ પણ કરશે. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ  સાથે રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application