રાજ્યની દસ યુનિવર્સિટીઓમાં ઇન્ચાર્જ કુલપતિઓથી ગબડાવાતું ગાડું

  • March 04, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ,જામનગર,જુનાગઢ, ભાવનગરમાં વિધાનસભાનું સત્ર પૂરું થયા પછી કાયમી કુલપતિઓની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાશે




સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૧૩ મહિનાથી અને રાજ્યની અન્ય નવ જેટલી યુનિવર્સિટીઓમાં છેલ્લા સાત થી આઠ મહિનાથી ઇન્ચાર્જ કુલપતિઓથી ગાડુ ગબડાવવામાં આવે છે. પરંતુ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ માસના અંત ભાગમાં પૂરું થયા પછી આ તમામ યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિઓની નિમણૂક કરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું ગાંધીનગરના ઉચ્ચ શિક્ષણ વિભાગના વર્તુળોમાંથી જાણવા મળે છે.



કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટી નિમવામાં આવતી હોય છે અને તે માટે યુનિવર્સિટી એક્ટ ની જોગવાઈ મુજબ એકેડેમી કાઉન્સિલ અને સિન્ડિકેટ ની સંયુક્ત બેઠક બોલાવી તેમાં કોઈ એક નામની ભલામણ કરવામાં આવતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રક્રિયા છેલ્લા એકાદ વર્ષથી પૂરી થઈ ગઈ છે. પરંતુ જોઈન્ટ બોર્ડ ઓફ વાઇસ ચાન્સેલર અને ગવર્નરના પ્રતિનિધિ તરફથી જે અન્ય નામો આવવા જોઈએ તે હજુ આવ્યા નથી અને તેના કારણે સમગ્ર પ્રક્રિયા અટકી પડી છે.



જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી કચ્છની શ્યામકૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી, સુરતની વીર નર્મદ યુનિવર્સિટી અને છેલ્લે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં કુલપતિની જગ્યા ખાલી પડી છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૧૩ મહિનાથી ગીરીશભાઈ ભીમાણી ઇન્ચાર્જ કુલપતિ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. અન્ય યુનિવર્સિટીઓમાં બે ચાર મહિનાથી માંડી છેલ્લા આઠેક મહિનાથી આ મહત્વની જગ્યાઓ ખાલી પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application