સભાગૃહમાં કે મિટિંગ હોલમાં આ પ્રક્રિયા ન થતાં શિક્ષકોએ લોબીમાં બેસી રહેવું પડુ:ં પાણી જેવી સામાન્ય સુવિધાનો પણ અભાવ
જિલ્લા ફેર શિક્ષકોની બદલીના તાજેતરમાં યોજાયેલા કેમ્પ પછી જેમની બદલી થઈ છે એવા શિક્ષકોને રાજકોટ જિલ્લામાં નિમણૂક આપવા માટેની પ્રક્રિયા રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે હાથ ધરવામાં આવી છે. પરંતુ આ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી શિક્ષકો ભારે હેરાન પરેશાન થયા હતા.
પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી જિલ્લા બહાર નોકરી કર્યા પછી શિક્ષકોને તેમના વતનના જિલ્લામાં અથવા તો પસંદગીના જિલ્લામાં નોકરી મળે તે માટે સરકારે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો હતો.રાયના અન્ય જિલ્લાઓમાંથી આ મુજબ ૩૭૦ શિક્ષકો રાજકોટ જિલ્લામાં નોકરી માટે આવ્યા છે. નવા ૩૭૦ શિક્ષકો રાજકોટ જિલ્લાને મળતા શિક્ષકોની ઘટમાં મોટો ફાયદો થશે પરંતુ આજે યારે આ શિક્ષકો તેમની નવી નિમણૂકના ડીટેઈલ ઓર્ડર મેળવવા માટે જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા ત્યારે તેમને બેસવા માટેની કે પાણી જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ ન હતી. વિશાળ સભાગૃહ અને ૭૦ થી ૧૦૦ લોકો બેસી શકે તેવો મીટીંગ હોલ જિલ્લા પંચાયતમાં ઉપલબ્ધ હોવા છતાં ત્યાં આ પ્રક્રિયા કરવાના બદલે શિક્ષણ શાખામાં તે કામગીરી કરવામાં આવી હતી. તેના કારણે જેમ જેમ શિક્ષકોનો વારો આવતો જાય તેમ તેમ શિક્ષણ વિભાગમાં જવાનું હતું. પરંતુ બાકીના શિક્ષકો લોબીમાં અડીંગો જમાવીને બેસી ગયા હતા.
અમુક શિક્ષકોએ જણાવ્યું હતું કે જો અમને બેસવા માટેની પણ પૂરતી વ્યવસ્થા ન હોય તો કલાક કલાકના સ્લોટ મુજબ બોલાવ્યા હોત તો પણ વ્યવસ્થિત રીતે આ કામગીરી થઈ શકતી હોત. પરંતુ વર્ષેાની લાંબી તપશ્ચર્યા કર્યા પછી પસંદગીના જિલ્લામાં નોકરી મળે છે ત્યારે વધુ કાંઈ બોલવાનો મતલબ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિલ્કી સોફ્ટ હેર માટે આ રીતે ઘરે જ બનાવો નેચરલ કંડિશનર
July 07, 2024 11:58 PMચહેરા પર આ રીતે કેળાની છાલનો કરો ઉપયોગ, નિસ્તેજ ત્વચામાં આવશે નિખાર
July 07, 2024 11:58 PMઝડપથી ઘટી રહ્યું છે પૃથ્વીનું પાણી, માત્ર આટલા સમયમાં 450 ઘન કિલોમીટર ભૂગર્ભજળ ઘટ્યું !
July 07, 2024 11:57 PMજાણો કોણ છે મુંબઈમાં BMW વડે મહિલાને ઉડાવી દેનાર મિહિર શાહ ?
July 07, 2024 11:54 PMએશિયા કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન
July 07, 2024 11:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech