સટ્ટેબાજી અને જુગાર રમાડતી ઓનલાઈન ગેમ્સ ઉપર પ્રતિબધં મુકી દેતી કેન્દ્ર સરકાર

  • April 07, 2023 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવા નિયમો અનુસાર સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, જે ડિજિટલ મીડિયા પર બતાવી શકાતી નથી




સરકારે ઓનલાઈન ગેમિંગ સંબંધિત નવા નિયમો બહાર પાડતી વખતે સટ્ટાબાજી અને સટ્ટાબાજીથી સંબંધિત કોઈપણ રમત પર પ્રતિબધં મૂકયો છે. આ સાથે માહિતી પ્રૌધોગિકી રાય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન્સનો ડ્રાટ પણ બહાર પાડો હતો.





ચંદ્રશેખરે દિલ્હીમાં મીડિયાને ત્યાં સુધી કહ્યું કે ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિઓ સંબંધિત ઘણા SROs  બનાવવામાં આવશે જેમાં તમામ હિતધારકોના પ્રતિનિધિઓ સામેલ થશે. જો કે, તે માત્ર ઉધોગના પ્રતિનિધિઓ નહીં હોય.





તેમણે કહ્યું, અમે એક ફ્રેમવર્ક સેટ કરી રહ્યા છીએ જે નક્કી કરશે કે જછઘ દ્રારા કઈ ઓનલાઈન ગેમ્સને મંજૂરી આપી શકાય. એસઆરઓ પણ સંખ્યામાં હશે. ઓનલાઈન ગેમ્સને મંજૂરી આપવાનો નિર્ણય એ ધ્યાનમાં રાખીને લેવામાં આવશે કે આ ગેમમાં કોઈપણ રીતે સટ્ટાબાજી કે જુગારનો સમાવેશ થતો નથી. જો  જછઘને ખબર  પડે કે ઓનલાઈન ગેમ પર બેટસ લગાવવામાં આવી રહ્યા છે, તો તે તેને મંજૂર કરશે નહીં.





મંત્રીએ કહ્યું કે ઓનલાઈન ગેમિંગ સ્ટાર્ટઅપ્સ માટે એક મોટી તક તરીકે ઉભરી આવ્યું છે. નવા નિયમો તેમની પરવાનગી અંગેની અસ્પષ્ટ્રતાને દૂર કરશે. સરકારે સટ્ટાબાજી અને જુગારને લગતી જાહેરાતોને લઈને ચેતવણી પણ જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે સટ્ટાબાજી સાથે જોડાયેલા પ્લેટફોર્મનો પ્રચાર ન કરવો જોઈએ.




અહેવાલો અનુસાર, ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશને ઓનલાઈન ગેમિંગ માટેના નવા નિયમોનું સ્વાગત કયુ છે. ફેડરેશનના સીઈઓ રોલેન્ડ લેન્ડર્સે ઓનલાઈન ગેમિંગના નિયમન માટે સરકારના પગલાને નિર્ણાયક ગણાવ્યું. તેણે કહ્યું કે ગેમર્સ અને ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી ઘણા સમયથી આની માંગ કરી રહી હતી. આ ગેમિંગ ઉધોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે પ્રેરિત કરશે.





ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ડિજિટલ મીડિયા એથિકસ કોડ) નિયમો ૨૦૨૧ અનુસાર મંત્રાલયે કહ્યું છે કે સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, જે ડિજિટલ મીડિયા પર બતાવી શકાતી નથી.





એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે અવલોકન કયુ છે કે પ્રમોશનલ કન્ટેન્ટ અને બેટિંગ પ્લેટફોર્મની જાહેરાતો હજુ પણ કેટલાક ન્યૂઝ પ્લેટફોર્મ અને ઓટીટી પ્લેટફોર્મ પર દેખાઈ રહી છે. આનલાઇન આફશોર સટ્ટાબાજીના પ્લેટફોમ્ર્સે જાહેરાત કરવા માટે સરોગેટ પ્રોડકટ તરીકે સમાચાર વેબસાઇટસનો ઉપયોગ કરવાનું શ કયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application