“પીપરના ભાવમાં પેટ્રોલ” વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચાય છે અહીં

  • November 25, 2023 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક વર્ષ પહેલા વેનેઝુએલામાં દુનિયાનું સૌથી સસ્તું પેટ્રોલ વેચાઈ રહ્યું હતું. અહીં એક લીટર પેટ્રોલની કિંમત માચીસની ડબ્બી કરતા પણ ઓછી હતી. આજે તેનું સ્થાન ઈરાને લઈ લીધું છે પરંતુ હવે તેની કિંમતમાં થોડો વધારો થયો છે.


ઈરાનમાં પેટ્રોલનો ભાવ ૨.૩૮ રૂપિયા પ્રતિ લીટર છે અને તે આખી દુનિયામાં સૌથી સસ્તું છે. બીજી તરફ ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ ૮૪.૧૦ રૂપિયા પ્રતિ લિટર છે જે પોર્ટ બ્લેરમાં વેચાય છે. ભારતમાં ઘણા દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.



સૌથી સસ્તું પેટ્રોલ વેચતા દેશોમાં બીજું નામ લિબિયાનું છે. અહીં ભારતીય રૂપિયામાં પેટ્રોલની કિંમત ૨.૫૭ રૂપિયા પ્રતિ લીટર છે. ગ્લોબલ પેટ્રોલ પ્રાઇઝ પર હાલમાં જ જાહેર કરાયેલા ડેટા અનુસાર વેનેઝુએલામાં એક લિટર પેટ્રોલની કિંમત હવે ૨.૯૧ રૂપિયા થઈ ગઈ છે.


સસ્તા પેટ્રોલ વેચનારા ટોપ-૩ દેશો પછી કુવૈત ચોથા સ્થાને છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત ૨૮.૪૦ રૂપિયા છે. તે ત્રીજા દેશ કરતાં લગભગ ૧૦ ગણું મોંઘું છે. પાંચમા નંબર પર અલ્જીરિયા છે. અહીં પેટ્રોલ ૨૮.૬૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.


છઠ્ઠા ક્રમાંકિત અંગોલામાં પેટ્રોલની કિંમત ૨૯.૮૫ રૂપિયા પ્રતિ લિટર છે અને સાતમા ક્રમે ઇજિપ્તમાં પેટ્રોલની કિંમત ૩૩.૬૮ રૂપિયા પ્રતિ લિટર છે. તુર્કમેનિસ્તાન ૩૫.૬૯ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ વેચીને આઠમા સ્થાને છે. મલેશિયા ૧૦માં નંબર પર છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત ૩૬.૬૧ રૂપિયા છે.



વિશ્વમાં સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં ૨૫૮.૭૫ રૂપિયા પ્રતિ લીટર છે. આ પછી મોનાકો આવે છે, જ્યાં પેટ્રોલની કિંમત ૧૯૪.૨૬ રૂપિયા પ્રતિ લિટર છે. આ પછી આઇસલેન્ડ (૧૮૮.૨/લિટર), નેધરલેન્ડ (૧૮૧.૭૬/લિટર), ફિનલેન્ડ (૧૭૩.૭૪/લિટર), સ્વિટ્ઝર્લેન્ડ (૧૭૨.૮૩/લિટર), અલ્બેનિયા (૧૭૨.૮૭/લિટર), લિક્ટેંસ્ટાઇન (૧૭૧.૪૨/લિટર), ડેનમાર્ક (૧૭૦.૮૧/લિટર) અને ગ્રીસ (૧૭૦.૪૬/લિટર) છે.


વિવિધ દેશો વચ્ચે આ કિંમતોમાં ઘણો તફાવત છે. શ્રીમંત દેશોમાં કિંમતો ઉંચી હોય છે, જ્યારે ગરીબ દેશોમાં અને તેલનું ઉત્પાદન અને નિકાસ કરતા દેશોમાં કિંમતો ઘણી ઓછી હોય છે. એક નોંધપાત્ર અપવાદ યુએસ છે, જે આર્થિક રીતે અદ્યતન દેશ છે પરંતુ તેની કિંમત ઓછી છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત ભારતીય રૂપિયામાં ૭૮.૯૦ રૂપિયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application