છરી વડે કેક કટિંગ : રાજકોટમાં યુવકનો બર્થ ડે સેલિબ્રેશનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

  • March 11, 2023 05:36 PM 

આજકાલ સોશિયલ મીડિયામાં લાઈક અને ફોલોવર્સ વધારવાની લાયમાં યુવકો અને યુવતીઓ અવનવા વિડિયો બનાવી પોસ્ટ કરી રહ્યા છે. હાથમાં બંદૂક લઈ, ફાયરિંગ કરતા, બાઈક કે કાર પર સ્ટંટ કરતા જેવા અનેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બર્થ ડે ઉજવણીના વિડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થાય છે. ત્યારે આવો જ એક વધુ વિડિયો વાયરલ થયો છે રાજકોટનો. 

રાજકોટનો આ યુવકનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ યુવક કારના બોનેટ પર બેસી પોતાના બર્થ ડેની ઉજવણી કરી રહ્યો છે. હાથમાં છરી લઈ કેક કાપતો આ યુવક વીડિયોમાં નજરે પડે છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ll_mr_vishu_king_707_ll પરથી આ વિડિયો વાયરલ થયો છે. 


મહત્વનું છે કે, હાથમાં હથિયાર લઈ સીનસપાટા નાખવા અને બર્થ ડે પર છરી વડે કેક કાંપી ઉજવણી કરવી જાણે આજકાલ ટ્રેન્ડ બની ગયું છે. આ પ્રકારના શખ્સોને પોલીસનો કોઈ પ્રકારનો ખૌફ ન રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application