હાર્ટએટેકથી શેઠનગરમાં ૪૭ વર્ષીય વેપારીનું મૃત્યુ

  • January 03, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક ૪૭ વર્ષીય વેપારીનું મૃત્યુ થયું છે. જયારે અન્ય બે બનાવમાં કોઠારીયા રોડ કિરણ સોસાયટીમાં ૧૩ વર્ષીય બાળકનું કિડનીની બીમારીથી અને ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં આધેડનું કેન્સરની બીમારીથી મૃત્યુ થયાનું નોંધાયું છે.
જામનગર રોડ પર શેઠનગરમાં રહેતા શૈલેષભાઇ ભગવાનજીભાઇ ભટ્ટ (ઉ.વ.૪૭) નામના આધેડ રાત્રે ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઇ જવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો, મૃતક શૈલેષભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં ત્રીજા નંબરે હતાં અને કરિયાણાની દુકાન ધરાવતા હતા.
બીજા બનાવમાં કોઠારીયા રોડ કિરણ સોસાયટી–૭માં રહેતાં રહેતાં મુકેશભાઇ સિધ્ધપુરાનો પુત્ર આર્યન (ઉ.વ.૧૩) રાત્રીના બારેક વાગ્યાના અરસામાં બેભાન થઇ જતાં સિવિલ માં ખસેડાયો હતો. ત્યાં ઇમરજન્સી વિભાગના ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. આર્યન બે ભાઇમાં મોટો હતો. પિતા મુકેશભાઈ કારખાનામાં નોકરી કરે છે. પુત્રને કિડનીની બિમારી હોવાથી મૃત્યુ થયાનું પરિવારે જણાવાયું હતું.
ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં રહેતાં મહેશભાઇ હરિભાઇ જીલકા (ઉ.વ.૫૪) નામના આધેડ રાત્રીના સાડા નવેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. યાં તેમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યો હતો. મહેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. અને સંતાનમાં બે પુત્રી છે. પોતે લુહારી કામ કરતાં હતાં. કેન્સરની બિમારીથી મૃત્યુ થયાનું પરિવારે જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application