રાજકોટના કોર્પોરેટરની દાદાગીરી : ઢોર ડબ્બામાંથી ઢોર બહાર કાઢી નાખ્યા, જુઓ Video...

  • June 27, 2023 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટની ઢોર પકડ પાર્ટી આજે રસ્તે રઝળતા ઢોર જપ્ત કરવાની કામગીરી કરી રહી હતી ત્યારે વોર્ડ નં.૧૫ના દૂધસાગર માર્ગ ઉપરથી ઘેંટા-બકરા જપ્ત કરતા ડખ્ખો થયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન આ અંગે મ્યુનિ. વેટરનરી ઓફિસર ડો.જાકાસણીયાનો સંપર્ક સાધતા તેમણે ઉપરોક્ત ઘટના બન્યાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે ફરજ ઉપરના સ્ટાફએ તેમને જાણ કરી હતી કે દૂધસાગર માર્ગ ઉપર ઢોર પકડ પાર્ટીને ઘેરાવ કરી ૧૦૦થી ૧૫૦ લોકોનું ટોળું જપ્ત કરેલા પશું છોડાવી ગયું હતું. બનાવ અંગે પોલીસમાં જાણવા જોગ ફરિયાદ અરજી આપવા કાર્યવાહી કરવા તેમણે સ્ટાફને સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.


વધુમાં રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ જપ્ત કરવાની કામગીરી દરમ્યાન રાજકોટ શહેરના આજી ડેમ, ખોડીયાર પરા, આજી વસાહત, માઠા ડુંગર, માન સરોવર તથા આજુબાજુમાંથી ૧૭ પશુઓ, મારવાડી વાસ, બંસીધર પાર્ક, રૈયા ધાર, રૈયા ગામ, સાધુ વાસવાણી રોડ, ગોપાલચોક, રૈયાધાર એનિમલ હોસ્ટેલ પાસે રામેશ્વરપાર્ક, એસ.જી. હોસ્પિટલ પાસે ક્રિષ્નાપાર્ક તથા આજુબાજુમાંથી ૩૫ પશુઓ, પોપટપરા, રેલનગર, જંકશન પ્લોટ, ઉગતા પોળની મેલડી, શીતલપાર્ક ગાર્બેજ, નાગેશ્વર મેઇન રોડ, ૨૫ વારિયા ચિથરિયા પીરની દરગાહની પાછળની સોસાયટી, નંદનવન ગેઇટ પાસે, જામનગર રોડ, છોટુનગર મેઇન રોડ, વોરા સોસાયટી, ક્રુષ્ણનગર તથા આજુબાજુમાંથી ૪૦ પશુઓ, મુંજકા ગામ, પ્રેમ મંદીર, મોટા મૌવા, કટારીયા ચોક્ડી, કોકોનટ પાર્ટી પ્લોટ પાસે, વગળ ચોકડી, કણકોટ પાટીયા, સિધ્ધીવિનાયક સોસાયટી, ઇસ્કોન મંદીર પાસે તથા આજુબાજુમાંથી ૨૮ પશુઓ, શ્રીરામ સોસાયટી, રણછોડનગર, ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે, ન્યુ શક્તિ સોસાયટી, આર્યનગર, ત્રિવેણીનગર, ભગવતીપરા મેઇન રોડ સાકરીયા બાલાજી ચોક, સરસ્વતીનગર ચોક, બેડીપરા, ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ, લાલપરી, શિવમ પાર્ક, માર્કેટ યાર્ડ, માલધારી સોસાયટી, છપ્પનીયા ક્વાર્ટર, પ્રધ્યુમન પાર્ક મેઇન રોડ, જય જવાન જય કિશાન સોસાયટી, હુડકો ક્વાર્ટર, નરસિંહનગર, તિરૂપતી બાલાજી પાર્ક, બાલક્રુષ્ણ સોસાયટી, ગોકુલ આવાસની પાસે ભગવતી પરા પુલ નીચે તથા આજુબાજુમાંથી ૫૩ પશુઓ, જીવરાજ પાર્ક, અંબીકા ટાઊનશીપ, ખોડીયાર પરા, મવડી મેઇન રોડ, મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે, ફોર્ચુન વિવાંતા પાસે, મવડી ગામ, મવડી એનિમલ હોસ્ટેલપાસે પાસે, અંકુર વિધ્યાલય મેઇન રોડ, માલધારી ચોક, તથા આજુબાજુમાંથી ૨૬ પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૩૧૯ પશુઓ જપ્ત કરી મહાપાલિકાના ઢોર ડબ્બે પુરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application