બિલ્ડર જેરામ કુંડારિયા આપઘાત પ્રયાસ કેસ : "MLA કાંતિ અમૃતિયા સામે મારી કોઈ ફરિયાદ નથી", જેરામ કુંડારિયાની વીડિયોમાં સ્પષ્ટતા

  • April 18, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા થોડા સમયથી બહુ ચર્ચિત રાજકોટના બિલ્ડર જેરામભાઈ કુંડારીયા આપઘાત પ્રયાસમાં આજે ખુદ જેરામભાઈ કુંડારિયાનો વિડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં જે પ્રકારે મારા અને કાંતિભાઈ વિશે ખોટી વાત આવી રહી છે તે બાબતે ખુદ જેરામભાઈ કુંડારીયાએ વિડિઓ બનાવી સ્પષ્ટતા કરી છે અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સામે મારે કોઈ ફરિયાદ નથી તેવું જણાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે, તેમની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી વાત થાય છે તે તદન ખોટી વાત છે. કાંતિભાઈ ક્યારે કોઈને હેરાન ન થવા દે હંમેશા મદદ કરે જે મને ખુદને અનુભવ છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application