રાજકોટ એઇમ્સ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અને અધ્યતન બ્લડ બેન્કનું ઉદઘાટન જોઈન્ટ સેક્રેટરી અંકિતા મિશ્રા બુંદેલા (આઈએએસ)નાહસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી અરવિંદ ઠાકુર સાથે રાજકોટ એઇમ્સના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પ્રો.ડો.ગોવર્ધન દત્ત પુરી, ડેપ્યુટી ડાયરેક્ટર, ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, એડમિનિસ્ટ્રેટીવ અધિકારી, એચઓડી, ફેકલ્ટી, ડોક્ટરો સહિતના હાજર રહ્યા હતા. બ્લડ બેન્કની વિશેષતા જણાવતા એઈમ્સના તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે,
અદ્યતન બ્લડ બેંકમાં રક્ત ઘટક, પ્લાઝમા, પ્લેટલેટ છુટા પાડી શકાય એ પ્રકારેની ટેક્નોલોજી આધારિત સાધનોથી સજ્જ છે. આ ઉપરાંત 5000 થી વધુ બ્લડ બેગ સ્ટોરેજ કરી શકાય એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એઇમ્સની બ્લડબેન્કને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ઓનલાઇન લાઇસન્સની માન્યતા મળી હતી.
ઉદ્ઘાટન બાદ એઇમ્સમાં ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયામાં ભાગ લેનાર તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ક્લાસ-4ના કર્મચારીઓને જોઈન્ટ સેક્રેટરી અંકિતા મિશ્રા બુંદેલાના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સ્વચ્છતા પખવાડિયાનું સમાપન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી અંકિતા મિશ્રાએ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગ, ઓપીડી, આઈપીડી વિભાગ, નવા બની રહેલા ઓપરેશન થીયેટર્સ, તેમજ ખાસ ઓન્કોલોજી કેન્સર વિભાગમાં મુલાકાત લીધી હતી. અંતમાં એઈમ્સના ઇન્ચાર્જ ડાયરેક્ટર, ડે.ડાયરેક્ટર, વિભાગોના વડા, તબીબી અધિકારીઓ, વહીવટી વિભાગના અધિકારીઓ સાથે એક મિટિંગ યોજી હતી અને જેમાં જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. લાઇઝનીંગ અધિકારી તરીકે ડો.ઉત્સવ પારેખએ જવાબદારી સંભાળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોક્સો કેસ માટે કોર્ટની સંખ્યા વધારવા સુપ્રીમ કોર્ટનો આદેશ
May 16, 2025 10:22 AMઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech