ભાજપ ડબલ ડિજિટ સુધી પણ ન પહોચ્યું, એક્ઝિટ પોલના આંકડા ચોંકાવનારા

  • February 28, 2023 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેઘાલય વિધાનસભા ચૂંટણી આ વખતે ભાજપ માટે ઘણી ખાસ રહી છે. રાજ્યમાં પ્રથમ વખત ભાજપે તમામ 60 બેઠકો પર ઉમેદવારો રાખ્યા છે. ખ્રિસ્તી બહુમતીવાળા રાજ્યમાં ભાજપને પીએમ મોદીની મદદથી જીતની આશા હતી, પરંતુ મોદી મેજિક દેખાતો નથી. ચૂંટણી પછીના એક્ઝિટ પોલના પરિણામો આ જ કહે છે.

મેઘાલય વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન સોમવારે (27 ફેબ્રુઆરી) પૂર્ણ થયું હતું. રાજ્યની 60 બેઠકો માટે મતદારોએ મતદાન કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડની સાથે જ 2 માર્ચે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવી ચુક્યા છે, જેમાં જનતાનો મૂડ જાણવા મળી રહ્યો છે. રાજ્યની 60માંથી 59 બેઠકો પર મતદાન થયું હતું. એક બેઠક પર ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

એક્ઝિટ પોલ મુજબ મેઘાલયમાં ભાજપ બે આંકડાને પણ પાર કરી શકી નથી. તમામ એક્ઝિટ પોલ ભાજપ માટે સમાન વલણ બતાવી રહ્યા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર 59 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 4થી 8 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. નેશનલિસ્ટ પીપલ્સ પાર્ટી (NPP) રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની શકે છે. એનપીપીને 18થી 24 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે કોંગ્રેસને 6-12 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. TMCને 5-9 બેઠકો મળતી જોવા મળી રહી છે.
​​​​​​​

Zee News-Matteriseના એક્ઝિટ પોલ અનુસાર NPPને 21થી 26 બેઠકો મળી શકે છે. ટીએમસીને 8-13 બેઠકો મળતી દેખાઈ રહી છે અને પાર્ટી કિંગમેકર બની શકે છે. ભાજપને 6થી 11 બેઠકો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 3-6 બેઠકો મળી રહી છે જ્યારે અન્યને 10થી 19 બેઠકો મળી રહી છે.

રાજ્યની તમામ 60 બેઠકો પર ચૂંટણી લડવાનો ફાયદો ભાજપને દેખાઈ રહ્યો છે. એક્ઝિટ પોલમાં બીજેપીને 14 ટકા વોટ મળી રહ્યા છે. એનપીપીને 29 ટકા, કોંગ્રેસને 19 ટકા અને ટીએમસીને 16 ટકા વોટ મળી શકે છે. અન્ય પક્ષોને 11 ટકા મત મળવાનો અંદાજ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application