બિગ બોસ સીઝન 16 માં, અબ્દુ રોજિકે શોના હોસ્ટ સલમાન ખાન, ઘરના સભ્યો તેમજ પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું. બિગ બોસથી ભારતમાં ફેમસ થયેલા અબ્દુ રોજિક ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. 'છોટે ભાઈજાન' એ પોતાના માટે એક દુલ્હન શોધી કાઢી છે.
અહેવાલ મુજબ, અબ્દુ રોજિક 7 જુલાઈના રોજ લગ્ન કરશે. તે શારજાહની અમીરાતી યુવતી સાથે લગ્ન કરશે. રિપોર્ટ અનુસાર, 20 વર્ષનો અબ્દુ 19 વર્ષની અમીરા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અબ્દુ રોઝીકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે મને એક એવી છોકરી મળી છે જે મારું સન્માન કરે છે, જે મને ખૂબ પ્રેમ કરે છે.
અબ્દુ રોજિક દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે કાળો કોટ અને પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. અબ્દુના વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. આ સારા સમાચાર માટે દરેક જણ અબ્દુને અભિનંદન આપી રહ્યા છે. અબ્દુ તેની ભાવિ પત્નીને ફેબ્રુઆરીમાં દુબઈના એક મોલમાં મળ્યો હતો. દરમિયાન ઈન્ટરનેશનલ ફાઈટીંગ ચેમ્પિયનશીપ મેનેજમેન્ટ (અબ્દુની મેનેજમેન્ટ કંપની) એ જણાવ્યું કે આ એક લવ મેરેજ છે અને બંનેએ તાજેતરમાં સગાઈ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગાયકવાડી પાસે મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૩ મહિલા સહિત છ ઝડપાયા
April 12, 2025 02:58 PMસીએનજી પંપએ લાઈનમાં ગેસ પુરાવવા બાબતે માથાકૂટ: ત્રણ ને ઇજા
April 12, 2025 02:48 PMમહાપાલિકામાં ઇન્ચાર્જ અધિકારીઓની બદલીનો હુકમ કરતા મ્યુ.કમિશનર સુમેરા
April 12, 2025 02:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech