ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC ODI રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. તો વિરાટ કોહલીએ 8મું સ્થાન મેળવ્યું છે, જ્યારે શુભમન ગિલ સતત બીજા સ્થાને હાજર છે. રોહિત શર્માએ વર્લ્ડ કપની ત્રણ મેચમાં 131 અને 86 રનની ઇનિંગ્સ રમી છે, જેના કારણે તેને રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. જ્યારે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં 85* રન અને અફઘાનિસ્તાન સામે 55* રન બનાવ્યા હતા.
વિશ્વ કપની પ્રથમ બે મેચમાં સતત સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે જોરદાર છલાંગ લગાવીને ત્રીજા નંબર પર કબજો કર્યો છે. સાઉથ આફ્રિકાનો રાસી વાન ડેર ડુસેન ચોથા નંબરે અને આયર્લેન્ડનો હેરી ટેક્ટર પાંચમા નંબરે છે. આ યાદીમાં પાકિસ્તાનના કેપ્ટન આઝમ ટોચના સ્થાને છે. આ સિવાય આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર રોહિત શર્માથી સાતમા સ્થાને અને પાકિસ્તાનનો ઈમામ ઉલ હક 10મા સ્થાને છે.
બાબર આઝમ ODI બેટિંગ રેન્કિંગમાં 836 રેટિંગ સાથે નંબર વન પર છે, જ્યારે શુભમન ગિલ 818 રેટિંગ સાથે બીજા નંબર પર છે. આવી સ્થિતિમાં ગિલ રેન્કિંગમાં બાબર આઝમને પાછળ છોડીને વર્લ્ડ કપમાં નંબર વન પર આવી શકે છે.
મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ ODI બોલિંગ રેન્કિંગમાં ટોપ-10માં હાજર બે ભારતીય બોલર છે. સિરાજ 656 રેટિંગ સાથે ત્રીજા સ્થાને અને કુલદીપ 641 રેટિંગ સાથે આઠમા સ્થાને છે. રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ 660 રેટિંગ સાથે નંબર વન પર છે. આ સિવાય ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ 659 રેટિંગ સાથે બીજા સ્થાને છે. જ્યારે યાદીમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ચોથા નંબરે અને મુજીબ ઉર રહેમાન પાંચમા નંબરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech