ભારતમાં મોટી કાર્યવાહી કરતા, યુટ્યુબે તેના પ્લેટફોર્મ પરથી 1.9 મિલિયનથી વધુ વીડિયો દૂર કર્યા છે. ગૂગલે તેના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર જાન્યુઆરી 2023થી માર્ચ 2023 દરમિયાન અપલોડ કરેલા આ વીડિયોને હટાવી દીધા છે. રિપોર્ટ અનુસાર, યુટ્યુબે આ વીડિયોને તેના કોમ્યુનીટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ કોઈપણ દેશમાં YouTube દ્વારા દૂર કરવામાં આવેલા વીડિયોની સૌથી વધુ સંખ્યા છે. આ સમયગાળા દરમિયાન, યુટ્યુબે વૈશ્વિક સ્તરે તેના પ્લેટફોર્મ પરથી 6.48 મિલિયન એટલે કે લગભગ 65 લાખ વિડિયો દૂર કર્યા છે.
ગ્લોબલ કોમ્યુનિટી ગાઈડલાઈન્સ હેઠળ યુઝર્સ દ્વારા રિપોર્ટ કરાયેલ ડેટાના આધારે YouTube એ આ વીડિયો સામે આ કાર્યવાહી કરી છે. ભારત બાદ અમેરિકામાંથી 6,54,968 વીડિયો હટાવવામાં આવ્યા છે. રશિયાના 4,91,933 વીડિયો અને બ્રાઝિલના 4,49,759 વીડિયો દૂર કરવામાં આવ્યા છે.
આ વીડિયોને હટાવ્યા પછી, ગૂગલના વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે એક નિવેદન જારી કરીને કહ્યું કે કંપની શરૂઆતથી જ તેના કોમ્યુનીટી ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખી રહી છે. અમારા પ્લેટફોર્મ પરથી હાનિકારક કન્ટેન્ટ સતત દૂર કરવામાં આવે છે. અમે અમારી પોલીસી અનુસાર કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે મશીન લર્નિંગ અને માનવ સમીક્ષાઓનો ઉપયોગ કરીએ છીએ.
આ મહિનાની શરૂઆતમાં, YouTubeએ કહ્યું હતું કે ખોટી માહિતી એટલે કે નકલી માહિતી અમારા પ્લેટફોર્મ પર છે અને તે સમાજને અસર કરે છે. આ માટે અમે ટેક્નોલોજી અને AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ આવા નકલી વીડિયો અને માહિતીને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે અને કોમ્યુનીટી ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ જનાના હોસ્પિટલની બેદરકારીથી બાળકનું મોત
July 06, 2024 03:13 PMસૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ દ્વારા નિશુલ્ક રસીકરણ કેમ્પ હાથ ધરવામાં આવ્યું હતું
July 06, 2024 03:11 PMરાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મહારાજને જગન્નાથજીની થીમ , પુષ્પો અને ગુબારાનો દિવ્ય શણગાર કરાયો
July 06, 2024 03:09 PMરાજકોટ અમદાવાદ હાઇવે પર બ્રેક ફેલ થતાં ટ્રકે મારી પલટી
July 06, 2024 03:07 PMજુઓ પોરબંદરમાં કલેકટરને કયા મુદ્દે અપાયું આવેદન
July 06, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech