વિધાર્થીઓને વિતરણ વગર ધૂળ ખાતી ૧.૭૦ લાખ સાયકલ: નવી ખરીદીના ટેન્ડર

  • January 13, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદેલી હજારો સાયકલો વિતરણ થયા વિના ધૂળખાય છે, ભંગાર થઈ ગઈ છે, બીજીબાજુ ભાજપ સરકાર નવી સાયકલો ખરીદી માટે ટેન્ડર બહાર પાડી નવા કૌભાંડની તૈયારી કરી રહી છે. ત્યારે ભાજપ સરકારમાં વધુ એક સ્કીમ (યોજના) બની ગઈ છે સ્કેમ (કૌભાંડ) તેવો સ્પષ્ટ્ર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩–૨૪માં એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સમાજની ગરીબ દીકરીઓને સાયકલ આપવા માટે સરકારે સત્ર ચાલુ થાય ત્યારે જુન ૨૦૨૩માં સાયકલ આપવાની હતી. એના બદલે આખી પ્રક્રિયા વિલંબથી થઈ, સાયકલ ખરીદવા માટેના ટેન્ડરમાં પણ વિલબં થયો. બીજા રાયો કરતા ૫૦૦ પિયા વધારે ચૂકવીને એ કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરવામાં આવે છે. ૧ લાખ ૭૦ હજાર સાયકલ અને ૫૦૦ પિયા ગણીએ તો લગભગ ૮ કરોડ કરતા વધારેની રકમ ચૂકવીને સરકાર શું કામ સાયકલ ખરીદી હશે ? એ ખરીદવાના ઓર્ડર આપ્યા પછી એપ્રિલ ૨૦૨૪માં સાયકલની ડીલીવરી આવે ત્યારે કવોલીટી કન્ટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્રારા સાયકલની ગુણવત્તા બાબતની એના સ્પેસીફીકેશન મુજબ, ટેન્ડરની કંડીશન મુજબ ચકાસણી કરવામાં આવે છે. એમાં સ્પષ્ટ્ર માલુમ થાય છે કે, હલકી ગુણવત્તાવાળી, સ્પેસીફીકેશન મુજબ ન હોવાની અને આઈ.એસ.આઈ. માર્કના ધોરણો છે ને પરિપૂર્ણ ન કરતી હોવાની હલકી ગુણવત્તાવાળી સાયકલો કંપનીએ સપ્લાય કરી છે. કવોલીટી કન્ટ્રોલ સેન્ટર દ્રારા જેને ચકાસણીમાં ફેલ કરવામાં આવે છે. ત્યારથી આજદિન સુધી સાયકલો હજારોની સંખ્યામાં વિવિધ જિલ્લ ાઓમાં ધૂળ ખાઈ રહી છે, ભંગાર હાલતમાં છે.
રાયના ૧૫ થી વધુ જિલ્લ ામાં ધૂળ ખાતી ૫૦ હજાર જેટલી સાયકલ ભંગાર થઈ ગઈ છે તેને ફરીથી રંગરોગાન કરીને પધરાવી દેવાના કારસાની સાથે સરકારના સાયકલ ખરીદી કૌભાંડ અંગે તટસ્થ તપાસની માંગ કરતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર, ખેડા, છોટા ઉદેપુર, ધાનેરા, વડોદરા, નર્મદા, રાજપીપળા, બનાસકાંઠા, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, દાહોદ, ભચ, ઉના, ગીર સોમનાથ, પંચમહાલ, મોરબી, મહત્પધા સહિત રાયમાં ૫૦ હજાર જેટલી ધુળ ખાતી સાયકલો ભંગાર થઈ ગઈ છે. ગ્રીમ્કો દ્રારા ટેન્ડરની પ્રક્રિયા વખતે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા એ મુજબ બીડના જે ભાવ આવ્યા છે એ રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા ૫૮૭ પિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા ૪૨૫ પિયા વધુ હોય એ બાબતે કંપની દ્રારા ખુલાસા આપવામાં આવેલ તે યોગ્ય રીતે જણાતું નથી એટલા માટે સદર યોજાયેલ બેઠકમાં બીડ રદ કરવા માટે સરકારની મંજુરી મેળવવા માટેનો પત્ર લખવામાં આવે છે, તેમ છતાં સરકાર બીડ રદ કરતી નથી અને એ જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે. ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલોમાં ૮,૫૦,૦૦૦,૦૦ પિયા જેટલો ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે.
નવું શૈક્ષણિક વર્ષ શ થયે ચાર મહિના કરતા વધારે સમય થયો પણ હજુ સુધી પાછલા વર્ષની સાયકલો દીકરીઓને મળી નથી ત્યારે કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ્ર માંગણી છે કે સાયકલની ડીલીવરી જે કંપનીને આપવામાં આવી છે એની ગુણવત્તાની ચકાસણી થાય, સ્પેશીફીકેશન ગુણવત્તા ના હોય તો એ કંપની સામે, જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થાય અને આખી પ્રક્રિયામાં વિલબં થયો અને કોની સુચનાથી, કોના લાભાર્થે ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે એની તપાસ થાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application