કેસ નોંધવા માટે ચિલ્ડ્રન કમિશને કરવી પડી દરમિયાનગીરી, બાળકોનું ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો પણ આરોપ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આંચલ મિશનરી ઓર્ગેનાઈઝેશન દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ હોસ્ટેલમાંથી ૨૬ છોકરીઓ ગુમ થયાના સમાચાર છે. શહેરના પરવળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વગર બાળ ગૃહ ચલાવવામાં આવી રહ્યું હતું. તેમાં કુલ ૬૮ છોકરીઓ રહેતી હોવાનું નોંધાયેલ છે, પરંતુ તપાસ દરમિયાન માત્ર ૪૧ છોકરીઓ મળી આવી હતી, જ્યારે ૨૬ છોકરીઓ ગુમ છે, જેનો કોઈ રેકોર્ડ મળ્યો નથી. આ જાણકારી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ મુખ્ય સચિવને લખેલા પત્રમાં આપી છે. આ બાળ ગૃહમાં ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન ઉપરાંત સિહોર, રાયસેન, છિંદવાડા, બાલાઘાટ અને વિદિશાની છોકરીઓ જોવા મળી છે.
આ મામલે સંસ્થાના અધિકારી અને હોસ્ટેલના સંચાલક વિરુદ્ધ પરવળિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ચિલ્ડ્રન કમિશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ હોસ્ટેલને ચિલ્ડ્રન હોમના નામે પરવાનગી વગર ચલાવવામાં આવી રહી હતી. રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ અને સભ્યોએ શુક્રવાર, ૫ જાન્યુઆરી, ના રોજ તેનું નિરીક્ષણ કર્યું હતું. ચિલ્ડ્રન કમિશન દ્વારા નિરીક્ષણ કર્યા બાદ જણાવવામાં આવ્યું કે આ હોસ્ટેલ આંચલ મિશનરી ઓર્ગેનાઈઝેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે.
ચિલ્ડ્રન્સ કમિશને કહ્યું કે આ સંસ્થાને જર્મનીમાંથી ફંડ મળે છે. હોસ્ટેલના સંચાલકનું નામ અનિલ મેથ્યુ છે. તે પોતાની જાતને સરકારી પ્રતિનિધિ કહે છે, અને અલગ અલગ શહેરો માંથી બચાવેલા, અનાથ અથવા ત્યજી દેવાયેલા બાળકોને તેની હોસ્ટેલમાં લઈ જાય છે. ગુમ થયેલી છોકરીઓની ઉંમર ૬ વર્ષથી ૧૮ વર્ષની વચ્ચે છે. આ હોસ્ટેલમાં રહેવાના બદલામાં છોકરીઓએ હોસ્ટેલ સંચાલકની ઈચ્છા મુજબ પૂજા અને પ્રાર્થના કરવાની હોય છે.
પ્રિયંક કાનુન્ગોએ કહ્યું કે મધ્યપ્રદેશ સરકારે ચાઈલ્ડ હેલ્પલાઈન પર મળેલી ફરિયાદો સાંભળવાની અને મુશ્કેલીમાં ફસાયેલા બાળકોને બચાવવાનું કામ એક એનજીઓને સોંપ્યું છે. એનજીઓ ઓપરેટરે ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંચલ નામની હોસ્ટેલ બનાવી છે. એનજીઓના સ્ટાફે ૨૦૨૦થી પીડિત બાળકોના ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ પર આવેલા કોલના આધારે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પ્રિયંક કાનુન્ગોનું કહેવું છે કે આ સંસ્થાએ બાળકોને ભોપાલની ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરવાને બદલે સીધા જ હોસ્ટેલમાં રાખ્યા હતા. નિયમો અનુસાર, કમિટી સમક્ષ રજૂ કર્યા પછી, બાળકોને ગૃહ અથવા હોસ્ટેલમાં મોકલવાના હોય છે.
એસપી પ્રમોદ કુમાર સિન્હાએ કહ્યું કે બાળ કલ્યાણ સમિતિમાં બાળકીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. તેમના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીની તપાસમાં યુવતીઓ પર કોઈ જાતની જાતીય સતામણી કે હુમલાનો ખુલાસો થયો નથી. આ મામલે તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આંચલ ચિલ્ડ્રન હોમ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. તેના આધારે એફઆઇઆર નોંધવામાં આવી છે.
હોસ્ટેલના રસોડા માંથી મળ્યું માંસ, બાળકીઓને ધાર્મિક સ્વતંત્રતાની પરવાનગી નહી
સીએસને લખેલા પત્રમાં લખાયું છે કે, 'ભોપાલના આંચલ ચિલ્ડ્રન હોમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે ચિલ્ડ્રન હોમના સ્ટાફ અને ચિલ્ડ્રન હોમમાં હાજર બાળકો સાથે વાતચીત કરી હતી. તે બહાર આવ્યું હતું કે ચિલ્ડ્રન હોમ ન તો નોંધાયેલ છે કે ન તો તેને માન્યતા મળી છે. યાદીમાં ૬૮ નિવાસી યુવતીઓ નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન માત્ર ૪૧ છોકરીઓ મળી આવી હતી. તમામ છોકરીઓ બાળ કલ્યાણ સમિતિના આદેશ વગર ત્યાં નિવાસ કરી રહી છે. હોસ્ટેલ સંચાલકો ગેરહાજર રહેતી છોકરીઓ અંગે જવાબ આપી શક્યા ન હતા. આ ઉપરાંત હોસ્ટેલના રસોડા માંથી માંસ પણ મળી આવ્યું હતું. હોસ્ટેલમાં રહેતી છોકરીઓને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવતી નથી પરંતુ તેમને એક ખાસ પ્રકારની પ્રાર્થના કરવાની ફરજ પાડવામાં આવે છે. હોસ્ટેલમાં ક્યાંય પણ સીસીટીવી કેમેરા નથી. રાત્રિના સમયે ૨ મહિલા ઉપરાંત ૨ પુરૂષ ગાર્ડ હોય છે. જ્યારે બાળકીઓની સુરક્ષા માટે માત્ર મહિલા ગાર્ડ હોવા જોઈએ.
બાળકોના ધર્મ પરિવર્તન કરાવાયા હોવાની શંકા
રાજ્ય ચિલ્ડ્રન કમિશનના સભ્ય ડો. નિવેદિતા શર્માએ જણાવ્યું હતું કે આંચલ ચિલ્ડ્રન હોમનું સંચાલન પરવાનગી વિના કરવામાં આવી રહ્યું હતું. તેણે સુપરિન્ટેન્ડેન્ટ અનિલ મેથ્યુ, સહકર્મી નિશા તિર્કી, નમિતા અને અન્ય લોકો દ્વારા ધર્માંતરણની શંકા વ્યક્ત કરી છે. ડો.શર્માએ કહ્યું કે પુરાવાઓ જોતા સ્પષ્ટ લાગે છે કે જરૂરિયાતમંદ બાળકોની ભરતી કરીને તેઓ તેમને ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓમાં ભરતી કરી રહ્યા છે અને તેમનું ધર્માંતરણ કરી રહ્યા છે. પરવળિયા પોલીસ સ્ટેશનમાં સંસ્થા સામે અનેક ગેરરીતિઓ મળી આવ્યા બાદ પણ એફઆઇઆર નોંધવામાં આવી ન હતી, ઘણી રજુઆતો બાદ પણ પોલીસે મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સને ટ્વિટ કરીને માહિતી જાહેર કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે અનાથ સહિત ૪૦ આદિવાસી બાળકોને ગેરકાયદેસર ખ્રિસ્તી અનાથાશ્રમમાં રાખવામાં આવ્યા છે. જ્યારે પોલીસે હજુ સુધી ધર્મ પરિવર્તનની કલમ હેઠળ ગુનો નોંધ્યો નથી. પોલીસ અધિક્ષકનું કહેવું છે કે પુરાવા મળ્યા બાદ કલમ વધારવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech