ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. દ્વારા વર્ષ : ૨૦૨૩નું કેલેન્ડરનું વિમોચન

  • January 02, 2023 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ભાવનગર દ્વારા મંડળીના સભાસદો અને મંડળી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિ - સંસ્થા કે પેઢીને નવા વર્ષની શરૂઆતમાં શુભેચ્છાઓ સાથે એક આકર્ષક કેલેન્ડર ફાળવી કરવામાં આવતી હોય છે. જેમાં છેલ્લા ૦૭ વર્ષથી શરૂ કરવામાં આવેલ નવી પ્રથા પ્રમાણે નૂતન વર્ષની શરૂઆતમાં જ શુભેચ્છાઓ સાથે એક આકર્ષક કેલેન્ડર મંડળી દ્વારા દરેક સભાસદો અને મંડળી સાથે સંકળાયેલા તમામ વ્યકિત સંસ્થા કે પેઢીને વિતરણ કરવામાં આવેલ. મંડળી દ્વારા વર્ષ : ૨૦૨૩ માટેનું એક આકર્ષક કેલેન્ડર તૈયાર કરવામાં આવેલ અને આ તૈયાર થયેલ કેલેન્ડરનું વિમોચન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇ.સી. સભ્ય ડો, ગિરીશભાઈ પટેલ અને યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને મંડળીના વિવિધ હોદ્દેદારો દ્વારા યુનિવર્સિટી ખાતે કરેલ. સાથોસાથ તમામ સભાસદો અને તેમના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે આવનાર વર્ષ : ૨૦૨૩ સૌની માટે આરોગ્યપ્રદ તથા ફ્ળદાયી અને લાભકારી રહે અને મંડળીમાં સહકારીતા વધારે પ્રબળ બને તેવી અભિલાષા સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application