ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહના તોડ કરાયેલા 38 લાખ ભાવનગર પોલીસે કર્યાં રીકવર, વિડીયો થયો વાઇરલ

  • April 24, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની ચુકેલા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડ મામલે યુવરાજસિંહ જાડેજા અને સાળા કાનભા ગોહિલની ધરપકડ બાદ પોલીસને મોટી સફળતા મળી છે. ભાવનગર પોલીસે કાનભા ગોહિલના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા કબજે કર્યાં છે.


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સામે લાવેલ ડમી કાંડમાં હવે તેની પોતાની જ ધરપકડ થઇ છે, ડમી કાંડમાં તોડ કરવા બદલ પહેલા ભાવનગર પોલીસ દ્વારા તેણે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરતું પ્રથમા સમન્સ પર બીમાર હોવાના બહાને યુવરાજસિંહ હાજર થયા ન હતા અને 10 દિવસનો સમય માંગ્યો હતો જેના પર જ ભાવનગર પોલીસે 2 દિવસનો સમય આપ્યો હતો. આ બાદ બીજા સમન્સમાં હાજર થયા બાદ યુવરાજસિંહની ધરપકડ થઇ હતી. જે બાદ તેમના સાળા કાનભા ગોહિલ અને અન્યની ધરપકડ થઇ હતી.


ત્યારે આજે ફરીવાર ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહના તોડ કાંડ મોટો ખુલાસો થયો છે. યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલના નજીકના મિત્રના ઘરે થી જ પોલીસને 38 લાખ રૂપિયા મળ્યા છે. ત્યારે બીજી તરફ આપ અને કોંગ્રેસ તથા હવે કરણીસેના પણ યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application