'ભાઈજાન' રામ ચરણ સાથે બન્યા 'અન્ના', સલમાન ખાનનો લૂંગી ડાન્સ થયો વાયરલ

  • April 04, 2023 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન ખાન હાલમાં પોતાના લુંગી ડાન્સને લઈને ખૂબ જ ચર્ચામાં છે. વાસ્તવમાં, તેની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ના ગીત 'યંતમ્મા'ના ટીઝર સાથે તેનો લુંગી લૂક વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વેંકટેશ સાથે લુંગી ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા ફેન્સને એક જબરદસ્ત ભેટ મળી છે. આ ફિલ્મનું ગીત 'યંતમ્મા' આજે રિલીઝ થયું છે અને રિલીઝની સાથે જ તે જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યું છે. ગીતમાં સલમાન ખાન, રામ ચરણ અને વેંકટેશ લુંગી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
​​​​​​​

સલમાન ખાનની આ બહુપ્રતિક્ષિત ફિલ્મ ઈદના અવસર પર 21મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. અત્યાર સુધી 'નિયો લગડા', 'બિલ્લી કેટ', 'ફોલિંગ ઇન લવ' અને 'બથુકમ્મા' જેવા ઘણા ગીતો રિલીઝ થયા છે. હવે આ યાદીમાં ''યંતમ્મા''નું નામ પણ જોડાઈ ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application