BCCI સેક્રેટરી જય શાહ એશિયા કપ 2023 માટે પાકિસ્તાન જશે ?

  • July 12, 2023 06:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમામ ક્રિકેટ પ્રેમીઓ એશિયા કપ 2023ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દાને લઈને ડરબનમાં આઈસીસીની બેઠક દરમિયાન બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે ચર્ચા થઈ હતી, જેના પછી ટુર્નામેન્ટના સમયપત્રકની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા વડા ઝકા અશરફે હવે એશિયા કપના હાઇબ્રિડ મોડલ માટે પોતાની સંમતિ આપી દીધી છે. દરમિયાન, પાકિસ્તાની મીડિયામાં આ બેઠક બાદ એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે BCCI સેક્રેટરી જય શાહ એશિયા કપની મેચો માટે પાકિસ્તાનની મુલાકાત લેશે.

હવે આ અફવાઓને લઈને BCCI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એશિયા કપ દરમિયાન ન તો ભારતીય ટીમ પાકિસ્તાનની મુલાકાત લેશે અને ન તો સેક્રેટરી જય શાહ પાકિસ્તાન જશે. આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલે આ સમગ્ર મામલામાં નિવેદન આપતા કહ્યું કે આવું કંઈ થયું નથી. ભારતીય ટીમ કે અમારા સેક્રેટરી પાકિસ્તાન નહીં જાય. એશિયા કપનું માત્ર શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે.

અરુણ ધૂમલે એશિયા કપને લઈને આ મીટિંગ વિશે જણાવ્યું કે બીસીસીઆઈ સેક્રેટરીએ પીસીબી ચીફ ઝકા અશરફ સાથે મુલાકાત કરી અને એશિયા કપનું શેડ્યૂલ ફાઈનલ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ વિશે અગાઉ ચર્ચા કરવામાં આવી હતી, તે જ વાત ચાલુ છે. લીગ રાઉન્ડની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે શ્રીલંકામાં 9 મેચ રમાશે.

આગામી એશિયા કપનું આયોજન 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી થવાનું છે. આ દરમિયાન પાકિસ્તાન પોતાના દેશમાં માત્ર 1 મેચ રમી શકશે, જે નેપાળ સામે રમી શકે છે. આ સિવાય અન્ય 3 મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા અને શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન વચ્ચે થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application