'બાપ વિધાયક હૈ હમારે, જો ઉખાડાના હો વો ઉખાડ લો', RJD ધારાસભ્યના દીકરાઓની ખુલ્લેઆમ ગુંડાગીરી

  • January 18, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારમાં આરજેડી નેતાના નબીરાઓએ અધિકારીને ઢોર માર માર્યો

હાલત ગંભીર થતા દિલ્હી લઇ જવાયા 

​​​​​​​પોલીસ પર સમયસર કાર્યવાહી ન કરવાનો આરોપ




બિહારના પટના જિલ્લામાં રાષ્ટ્રીય જનતા દળના એક નેતાના પુત્રની ગુંડાગીરી સામે આવી છે. રૂપસપુર વિસ્તારના ગોલા રોડ પર ડોભી નગર પંચાયતના કાર્યકારી અધિકારી અરવિંદ કુમાર સિંહને ખરાબ રીતે મારવામાં આવ્યા છે. સારવાર માટે તેમને પટનાના નેહરુ પથ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાતા તેમને દિલ્હી રેફર કરવામાં આવ્યા છે. આરોપીએ તેના રાજકારણી પિતાના જોરે અધિકારીને ધમકાવતા કહ્યું હતું કે ‘જે ઉખાડવું હોય એ ઉખાડી લેજે’.


ગોપાલગંજના રહેવાસી અરવિંદ કુમાર સિંહ ડોભીની નગર પંચાયતના કાર્યકારી અધિકારી છે. મંગળવારે રાત્રે તેઓ સ્કોર્પિયોમાં ગોલા રોડથી બોરિંગ રોડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી એક યુવકે સ્કોર્પિયોને અટકાવી અને કારની ચાવી માંગવા લાગ્યો. આ જોઈને તેઓ સામેથી દૂર જવાનું કહેવા લાગ્યા. આ જોઈને યુવક ગુસ્સે થઈ ગયો અને લાકડી વડે હુમલો કર્યો. જેમાં અધિકારીની આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બાદમાં કારમાં હાજર અન્ય એક યુવક અને ડ્રાઈવર તેને હોસ્પિટલ લઈ ગયા હતા.


પીડિતના ભાઈ વિજય કુમાર સિંહે કહ્યું કે આરજેડી નેતા નાગેન્દ્ર યાદવના પુત્ર તનુજ યાદવ અને નયન યાદવે અધિકારી પર હુમલો કર્યો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પોલીસ આવી ન હતી. બાદમાં ઈન્સ્પેક્ટર નિવેદન લેવા આવ્યા હતા. ગંભીર હાલતને કારણે અધિકારી નિવેદન આપી શક્યા નથી. કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી આરજેડી પ્રમુખ લાલુ યાદવના નજીકના છે. જો કે પક્ષના સૂત્રોનું કહેવું છે કે બંને વચ્ચે કોઈ પારિવારિક સંબંધો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application