આજના સમયમાં જોબ સ્ટ્રેસ એક સામાન્ય બાબત છે, પરંતુ તે તમારા રોજિંદા જીવન અને આપણા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ઓફિસનું વાતાવરણ, કામનું દબાણ, કામનું લાંબુ ટાઇમ ટેબલ, સમયમર્યાદા વગેરે જેવી આ સ્ટ્રેસ પાછળ ઘણી બાબતો હોય છે. ઘણી વખત કંપની આ માટે વિવિધ પગલાં અપનાવે છે. સામાન્ય રીતે આ માટે આઉટડોર અથવા ઇન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ચીનની એક કંપની આ દિવસોમાં સમાચારમાં છે. જેણે પોતાના કર્મચારીઓ માટે એક વિચિત્ર પ્રયોગ કર્યો છે.
આપણે બધા જાણીએ છીએ કે કેળા આપણા મનુષ્યો માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ આ દિવસોમાં ચીનની એક કંપની તેના કર્મચારીઓના તણાવને દૂર કરવા માટે કેળા અને તેના ઝાડનો ઉપયોગ કરી રહી છે. હા, તમે સાચું જ વાંચ્યું, અહેવાલ મુજબ, કેળાનો ઉપયોગ ચીની કર્મચારીઓના તણાવને દૂર કરવા માટે કરવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર મોટાભાગની કંપનીઓએ પોતાની ઓફિસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં કેળાની લૂમ ટેબલ પર રાખેલી દેખાઈ રહી છે, આ કાચા કેળાની લૂમ કર્મચારીઓના ટેબલ પર ફૂલદાનીમાં રાખવામાં આવે છે, તે પીળા થવાની રાહ જોતા હોય છે અને જ્યારે તે પીળા થાય છે, ત્યારે કર્મચારીઓ તેને ખાય છે. આ પ્રક્રિયામાં લગભગ એક અઠવાડિયું લાગે છે અને કંપનીઓ આ પ્રક્રિયાથી ઘણી ખુશ જોવા મળી રહી છે.
ચીનના નિષ્ણાતોના મતે આથી તણાવ દૂર થાય છે. આ રીતે કેળાને પાકતા જોવાથી ઓફિસમાં કર્મચારીઓનો તણાવ ઓછો થાય છે અને તેઓ તેમના પર ધ્યાન આપે છે. આ સિવાય કર્મચારીઓમાં ખોરાક વહેંચવાની આદત વિકસે છે અને આ સિવાય ઓફિસમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ રહે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો અને લોકોએ તેના પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech