બસપા સુપ્રીમો માયાવતીએ તોડ્યું મૌન, સાંસદોના સસ્પેન્શનને ગણાવ્યું દુર્ભાગ્યપૂર્ણ

  • December 21, 2023 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. આ સાથે સંસદીય ઈતિહાસ માટે સાંસદોના સસ્પેન્શનની બાબત યોગ્ય ન હોવાનું કહ્યું હતું. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો, INDIA ગઠબંધન સહીત વિવિધ મુદ્દે વાત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું હતું, કે સંસદના બન્ને ગૃહમાંથી આશરે ૧૫૦ સાંસદોને સસ્પેન્ડ કરવા એ સંસદીય ઈતિહાસ માટે દુઃખદ છે અને લોકોના વિશ્વાસ પર આઘાત પહોચાડે તેવી બીના છે. દરમિયાન, સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ રાજ્યસભાના સભાપતિની સંસદ પરિસરમાં મજાક ઉડાવી હતી તે વિડિઓ વાયરલ થવાને અનુચિત અને અશોભનીય કહ્યું હતું.

બસપા સુપ્રીમો માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, સંસદમાં વિરોધ વિના બિલ પસાર કરવું એ ખોટી પરંપરા છે અને વર્ષો જૂની પરંપરાને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. માયાવતીએ સંસદની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિ અંગે કહ્યું હતું કે, સંસદની સુરક્ષામાં ભંગ થવો એ ચિંતાનો વિષય છે. તાજેતરમાં સંસદમાંની સુરક્ષાની ખામી સામે આવી તે યોગ્ય નથી. આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આપણે સાથે મળીને સંસદની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. એકબીજા પર દબાણ લાવવાથી કામ નહીં ચાલે. આરોપીઓ અને કાવતરાખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.
​​​​​​​

INDIA ગઠબંધનની બેઠક વિષે બોલતા માયાવતીએ કહ્યું, 'જે પાર્ટી આ ગઠબંધનમાં નથી તેના પર વાહિયાત વાત કે ટીકા ટીપ્પણ કરવી જોઈએ નહી. મારી સલાહ છે કે લોકોએ તેનાથી બચવું જોઈએ કારણ કે દેશના હિતમાં ભવિષ્યમાં કોને કોની જરૂર પડશે તે અનુમાન લગાવવું અશક્ય છે. અને શરમનો સામનો કરવો પડે તેવી સ્થિતિમાં મુકાવું પડે. ખાસ કરીને સપાએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ભવિષ્યમાં કોને કોની જરૂર પડે તેમ કહી સપાનું ઉદાહરણ ટાંકી માયાવતીએ પરોક્ષ કટાક્ષ કર્યો હતો.

માયાવતીએ કહ્યું હતું કે, 'બસપા એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે અને મસ્જિદનું નિર્માણ પણ આવકારદાયક રહેશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર બસપાને કોઈ સમસ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application