જામનગર પંથકમાં એટીએસના ધામા : છ શખ્સોને ઉપાડી લીધા

  • March 24, 2023 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને દ્વારકામાં અગાઉ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો અને એ પછી તબકકાવાર આરોપીઓ શકંજામાં આવ્યા હતા, ત્યારબાદ ગુજરાત એટીએસની ટુકડી દ્વારા જામનગર અને દ્વારકા વિસ્તારમાં તપાસનો દોર આગળ ધપાવ્યો હતો, દરમ્યાનમાં ગઇકાલથી જામનગર પંથકમાં એટીએસએ ધામા નાખ્યા હતા અને બંદર વિસ્તાર તરફ તપાસનો કેમેરો કેન્દ્રીત કર્યો હતો, છ શખ્સોને પુછપરછ માટે લઇ ગયાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે જે અંગેની વધુ સત્તાવાર વિગતો તપાસ બાદ ખુલવા પામશે.


જામનગરનો દરીયાકાંઠો સુરક્ષાની દ્રષ્ટીએ અતી સંવેદનશીલ ગણવામાં આવે છે, દેવભુમી દ્વારકા વિસ્તારમાં અગાઉ ડ્રગ્સનો જંગી જથ્થો પકડવામાં પોલીસ સહિતની ટુકડીઓને સફળતા મળી હતી અને તબકકાવાર આરોપીઓના નામ ખુલ્યા હતા, જેની તપાસનો રેલો જામનગરના જોડીયા અને બેડેશ્ર્વર વિસ્તાર સુધી આવ્યો હતો, તાજેતરમાં પણ ઓખા નજીકના દરીયામાંથી ડ્રગ્સનો જંગી જથ્થો લાવનારા ઇરાનીઓ શકંજામાં આવ્યા હતા અને તેમની સધન પુછતાછ કરવામાં આવી હતી.


આ અગાઉ દ્વારકાના સલાયા, ખંભાળીયા, નાવદ્રા બંદરેથી જંગી જથ્થો મળ્યો હતો, એટીએસ અને કોસ્ટગાર્ડની ટુકડીઓ દ્વારા કાંઠાળ વિસ્તારોમાં અવાર નવાર ઇન્પુટના આધારે કરાયેલી કાર્યવાહીમાં સફળતા મળે છે.


ગુજરાત એટીએસએ બે દિવસથી જામનગર પંથકમાં ધામા નાખ્યા છે અને ગઇકાલ બપોર બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું, ખાસ કરીને જામનગર પંથકના બંદર વિસ્તારોમાં તપાસનો કેમેરો કેન્દ્રીત કરવામાં આવ્યો હતો, એટીએસની ટીમ દ્વારા જામનગર જીલ્લાના જોડીયા અને સચાણા વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.


સુત્રોમાંથી એવી વિગતો મળી  છે કે, અગાઉ પકડાયેલ માલ સબંધે પુછપરછ માટે જોડીયા અને સચાણા તરફ તપાસ કરીને આઠ શખ્સોની પુછપરછ કરવામાં આવી હતી, જે પૈકી બે શખ્સોને જવા દેવામાં આવ્યા હતા અને છ શખ્સોને અમદાવાદ એટી એસ ખાતે પુછપરછ માટે લઇ જવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે, વધુમાં જાણવા મળ્યા મુજબ સચાણાના ૩ અને જોડીયાના ૩ શખ્સો હોવાનું ચર્ચાઇ રહયું છે, અગાઉ નાવદ્રા પાસેથી માલ જપ્ત કર્યો હોય એ બાબતની પુછપરછ માટે લઇ જવામાં આવ્યા છે, જો કે આ અંગેની સત્તાવાર વિગતો સામે આવી નથી, સુત્રોમાંથી હકીકતો મળી રહી છે, છ શખ્સોની શું ભુમિકા છે, એ સહિતની સત્તાવાર વિગતો ટુંક સમયમાં જાહેર કરાશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application