દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થતી જણાતી નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને આજે એક પછી એક બે આંચકા લાગ્યા છે. પ્રથમ, સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને કેસને 29 એપ્રિલ સુધી મુલતવી રાખ્યો, પછી લગભગ અડધા કલાક પછી રાઉઝ એવન્યુ કોર્ટે તેની કસ્ટડીનો સમયગાળો લંબાવ્યો હતો. કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રીની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 1 એપ્રિલે કોર્ટે તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. આજે તેને વર્ચ્યુઅલ માધ્યમથી સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. કોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે થોડીવાર પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ટૂંકી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને 29 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં આ મામલાની યાદી આપવા જણાવ્યું હતું. કેજરીવાલ માટે પણ આ એક મોટો આંચકો છે કારણ કે 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટીના વડા પ્રચારમાં ભાગ લઈ શકશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech