સલમાનને ધમકી આપવાના કેસમાં 32 વર્ષના યુવકની કર્ણાટકથી ધરપકડ

  • November 07, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના 32 વર્ષીય વ્યક્તિને કણર્ટિકમાંથી પકડી લેવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપીની ઓળખ ભીખા રામ તરીકે થઈ છે, જેને વિક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે.
હાવેરીના પોલીસ અધિક્ષક અંશુ કુમારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર એટીએસ (એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ) પાસેથી મળેલી માહિતીના આધારે, હાવેરી ટાઉનમાં એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો અને આજે તેને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી દોઢ મહિના પહેલા હાવેરી ગયો તે પહેલા કણર્ટિકમાં વિવિધ સ્થળોએ રોકાયો હતો. તેઓ ક્ધસ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતા હતા અને ગૌદર ઓનીમાં ભાડાના રૂમમાં રહેતા હતા.
પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે, આરોપી પ્રાદેશિક ન્યૂઝ ચેનલ જોઈ રહ્યો હતો અને તેને શું સુજ્યું કે તેણે અચાનક મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી. તે સામાન્ય કામદાર છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ચાહક હોવાનો દાવો કરે છે. હવે તેની વિગતવાર પૂછપરછ અને વધુ તપાસ મુંબઈ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.
ધમકી સંદેશમાં લખવામાં આવ્યું હતું: જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય, તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ અથવા છ5 કરોડ ચૂકવવા જોઈએ. જો તે આમ નહીં કરે, તો અમે તેને મારી નાખીશું; અમારી ગેંગ હજુ પણ સક્રિય છે. સંદેશ મોકલનારે શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. આરોપી વ્યક્તિ વિરુદ્ધ વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી કણર્ટિકનો છે, જેના પગલે વર્લી પોલીસની એક ટીમ તેને પકડવા માટે મોકલવામાં આવી હતી. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હવે તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News