એપલએ આઇફોન પર સ્ટાર્ટઅપની ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે ઓપન એઆઇ સાથેના કરાર બંધ પૂરા કર્યા છે, આ બાબતથી પરિચિત લોકોના મતે આ તેના ડિવાઇસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ લાવવાના પ્રોજેક્ટનો એક ભાગ છે.
બંને પક્ષો એપલના આઇઑએસ18, આગામી આઇફોન ઓપરેટિંગ સિસ્ટમમાં ચેટ જીપીટીના ફીચર્સનો ઉપયોગ કરવા માટેના કરારની શરતોને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે, સૂત્રોએ જણાવ્યું કે, એપલ જેમિની ચેટબોટને લાઇસન્સ આપવા અંગે આલ્ફાબેટ ઇન્કના ગૂગલ સાથે પણ વાતચીત કરી રહી છે. હાલ તે ચર્ચાઓ કોઈ કરારમાં પરિણમી નથી.
ઓપનએઆઈ કરાર એપલને નવા એઆઇ ફીચર્સના ભાગ રૂપે પોપ્યુલર ચેટબોટ ઓફર કરવા દેશે જેની તે આવતા મહિને જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યા છે. બ્લૂમબર્ગે એપ્રિલમાં અહેવાલ આપ્યો હતો કે ઓપન એઆઇ સાથેની ચર્ચાઓ તીવ્ર બની છે. તેમ છતાં, કોઈ ગેરેંટી નથી કે તરત જ કરારની જાહેરાત કરવામાં આવશે. એપલ, ઓપન એઆઇ અને ગૂગલના પ્રતિનિધિઓએ હાલ આ મમલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
એપલ જૂનમાં તેની વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સનું આયોજન કરશે. બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે, દબાણના ભાગ રૂપે, કંપની તેના પોતાના ઇન-હાઉસ પ્રોસેસર્સથી સજ્જ ડેટા સેન્ટર્સ દ્વારા તેની આગામી કેટલીક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુવિધાઓ ચલાવશે. ગયા વર્ષે, એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટિમ કૂકે કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે ઓપન એઆઇના ચેટ જીપીટીનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં ઘણી બાબતો છે જેને સોર્ટ કરવાની જરૂર છે. તેમણે વચન આપ્યું હતું કે નવી એઆઇ સુવિધાઓ એપલના ઉત્પાદનોમાં ખૂબ જ વિચારશીલ ધોરણે આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech