40 લાખનો વિદેશી દારૂ લઈને જામનગર તરફ જતું વધુ એક ટેન્કર રાજકોટ પાસેથી પકડાયું

  • December 13, 2023 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્ટિવ બની છે. જો કે, રાજકોટમાં કોઈ જથ્થો ઘૂસી શકયો નથી અથવા પકડાયો નહીં હોય. રાજકોટ ક્રાઈમ બ્રાંચે વધુ એક વખત એક માસના અંતરાલમાં ગઈકાલે 40 લાખનો વિદેશી દા ભરેલું ટેન્કર પકડી પાડયું છે. જોગાનુજોગ આ ટેન્કર પણ ગત માસે પકડાયેલા ટેન્કરની માફક જામનગર તરફ જ જતું હોવાનું ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.


રાજકોટ શહેરભરમાં થર્ટીફસ્ટની ઉજવણીમાં દાની રેલમછેલ કે પ્યાસીઓ અને બુટલેગરોને કોઈ મોકો ન મળે એ માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના અને ટિન મુજબ પોલીસ વધુ સતર્ક બની છે કે, આવો મોટો જથ્થો પકડાય તે માટે ચોકઠા ગોઠવી રહી છે. એ દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમના પીએસઆઈ કે.ડી.પટેલ અને કુલદિપસિંાહ જાડેજાને વધુ એક વખત માહતિી મળી કે દા ભરેલુ ટેન્કર રાજકોટ તરફ આવી રહ્યું છે. ટીમે ગત વખતની જેમ કુવાડવા રોડ અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી હતી.


બામણબોર ચેકપોસ્ટથી આગળ તરફ રાજકોટ સાઈડ હાઈવે પર જીજે06એઝેડ 9495 નંબરનું ટેન્કર નીકળતા પોલીસે અટકાવ્યું હતું. ટેન્કરની તલાસી લેતાં ઉપરના ભાગે ખાલી હતું. જયારે ચોક્કસ બાતમી હોવાથી વ્યવસ્થિત ચેક કરતા ડીઝલ ટેન્કના ઉપરના ભાગેથી ચોરખાનુ બનાવાયેલું હતું. જેમાંથી પોલીસને રોયલ સ્ટગ બ્રાન્ડની 16,70,400ની કિંમતની 4,176 બોટલ (348 પેટી), રોયલ ચેલેન્જની 22,83,840ની કિંમતની 4,392 બોટલ (366 પેટી) તથા ઓલ સિઝન ગોલ્ડની 24 પેટી (288 બોટલ) 1,15,200ની કિંમની મળી આવી હતી.
ટેન્કરમાં છૂપા ચોરખાનામાંથી પોલીસને કુલ 39,69,440ની કિંમતની 9856 બોટલ (738 પેટી) દાનો જથ્થો હાથ લાગ્યો હતો. દશ લાખનું ટેન્કર 10 હજાર પિયા રોકડા તથા 10 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી 50,89,440ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના સાંચોર જિલ્લ ાના શરણાઉ ગામના વતની ટેન્કરચાલક મંગળારામ ધનારામ ગોદારા ઉ.વ.45ની ધરપકડ કરી હતી. ચાલકને ફોનમાં જે સૂચના મળતી હતી તે મુજબ આગળ વધતો હતો.

ક્રાઈમ બ્રાંચની તપાસનીસ ટીમને પ્રાથમિ તબક્કે એવી માહિતી મળી હતી કે લાખોનો દા ભરેલું ટેન્કર જામનગર તરફ જતુ હતું. જામનગર તરફ આટલો મોટો જથ્થો કોણે મગાવ્યો? બુટલેગર કોણ? સપ્લાયર કોણ? સહિતના મુદે તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.
સામાન્ય રીતે પકડાયેલા બુટલેગરો, ચાલકોના ચહેરા સાથેની તસ્વીરો પોલીસ જાહેર કરતી હોય છે. જયારે ટેન્કર ચાલકનો ચહેરો ઢાંકી દેવાયો છે. કોઈ ગુનામાં આરોપીની ઓળખ પરેડ બાકી હોય તો ચહેરો બુકાનીથી ઢાંકી દેવામાં આવે છે. શું ટેન્કરચાલકની આવી કાંઈ કાર્યવાહી કરાવવાની હશે?  કે પછી અન્ય કાંઈ?ની ચચર્િ જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application