અંબાણીને વધુ એક મોટો ફટકો, રિલાયન્સ એરપોર્ટના તાબા હેઠળના 5 એરપોર્ટ મહારાષ્ટ્ર સરકાર કરશે કબ્જે

  • July 23, 2023 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે તેમના તાબા હેઠળ રહેલા એરપોર્ટને લીઝ પરથી પરત લેવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર અનિલ અંબાણીની રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ (RADPL) કંપની પાસેથી પાંચ એરપોર્ટ પાછા લેવા જઈ રહી છે.

મહારાષ્ટ્ર સરકારે આ પાંચ એરપોર્ટને 2009માં અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની RADPLને 30 વર્ષ માટે લીઝ પર આપ્યા હતા. હવે તેમને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાંચ એરપોર્ટમાં બારામતી, નાંદેડ, લાતુર, યવતમાલ અને ઉસ્માનાબાદનો સમાવેશ થાય છે. હાલમાં તેઓ સક્રિય નથી.

અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર દરમિયાન, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે RADPL એરપોર્ટની જાળવણી કરી રહ્યું નથી. આ ઉપરાંત બાકી રકમ પણ ચૂકવવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં નાંદેડ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમે એડવોકેટ જનરલ સાથે એરપોર્ટ પર કબજો કરવાના કાયદાકીય મુદ્દા પર ચર્ચા કરીશું. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પાંચ એરપોર્ટ માટેના તમામ લેણાં પણ ચૂકવશે અને પેઢી પાસેથી રકમ પણ વસૂલ કરશે.

ફડણવીસની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે રાજ્યમાં લગભગ 32 એરપોર્ટ અને એરસ્ટ્રીપ્સ છે, જેમાંથી માત્ર 11 એક્ટિવ એરપોર્ટ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે નાંદેડ એરપોર્ટ લાંબા સમયથી બંધ છે. આ ઉપરાંત, મુંબઈ એરપોર્ટ પણ મોટા શહેરોની ફ્લાઈટ્સ માટે પૂરતા સ્લોટ્સ પ્રદાન કરતું નથી, જેના કારણે મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application