જામજોધપુર ખાતે પશુ સારવાર અને નિદાન કેમ્પનુંં આયોજન કરવામાંં આવ્યુંં
રાજ્ય સરકારના માર્ગદર્શન તળે જામનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ અને ગૌ સેવા મંડળ દ્વારા જામજોધપુર ખાતે પશુ સારવાર કેમ્પનુંં આયોજન કરવામાંં આવ્યુંં હતુંં. સ્વ.રામકુંવરબેન ગોપાલભાઈ કતીરા પરિવારના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાંં જામજોધપુર ગૌશાળા ખાતે વિનામૂલ્યે પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્ર ક્રિયા કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાંં મેડીસીન વિભાગમાં 28, સર્જરી વિભાગમાં 16, ગાયનેક વિભાગમાં 33, ડીવીંગમાં 400 તથા 112 લાભાર્થી પશુપાલકોના કેસ મળીને કુલ 842 જેટલા પશુઓની સારવાર કરવામાંં આવી હતી. કાર્યક્રમની શરુઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.તેજસ શુકલ, વેટરનરી ઓફીસર શ્રી ડો.ઈકબાલ ભટ્ટી, પશુપાલન વિભાગના સ્ટાફ ગણ, પાંજરાપોળના પ્રમુખ સી.એમ. વાછાણી, સંસ્થાના પ્રમુખ શ્રી કાન્તિભાઈ રામોલીયા, ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ કડીવાર, શ્રી દીલીપભાઈ કતીરા તેમજ ગૌ સેવા મંડળ કારોબારી સમિતીના સદસ્યશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech