અમિત શાહે પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, કોડીનારમાં સુગર મિલના પુનઃઉત્થાન કાર્યક્રમમાં કહ્યું- મિલો શરૂ થવાથી ખેડૂતો સમૃદ્ધ થશે

  • March 08, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય ગૃહમંત્રી આજે સૌરાષ્ટના પ્રવાસે આવ્યા છે. તેઓ તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. શ્રી સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો, પૂજન સામગ્રી અર્પણ કરી સાથે જ ધ્વજા પૂજન અને મહાપૂજાનો સંકલ્પ કર્યો. ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું.


બાદમાં કોડીનાર-તાલાલા સુગર મિલના પુનરુદ્ધાર તેમજ આધુનિકીકરણ કાર્યના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપી હતી, અહીં તેઓએ જણાવ્યું કે, આજે હું તાલાલાના કોડીનાર આવ્યો છું ત્યારે સૌને મારા રામરામ. 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઇ નરેન્દ્રભાઇ આવ્યા ત્યારે, હું નરેન્દ્રભાઇ અને દિલિપભાઇ ત્રણેય આખી રાત આ જ શુગર મિલમાં રોકાયા હતા. પછી શુગર મિલ બંધ થઇ ગઇ. જેટલીવાર હું કોડીનાર આવું કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઇક કરો. ત્યારે મોદી સાહેબે વચન આપ્યું હતું કે તેમણે આ મિલને ફરી શરૂ કરશે. તેમણે તેમનું વચન નિભાવ્યું. તેમનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઇ રહ્યું છે.

વધુમાં જણાવ્યું કે, આ આખા પંથક અને વલસાડના 10 હજારથી વધુ ખેડૂતોની સમૃદ્ધીનો દરવાજો ખોલવાનું કામ આ શુગર મિલો શરૂ થવાથી થશે. એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ તો પાણીનો બગાડ થાય. IPL સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાવી, એક એક ખેડૂતને ડીપ ઇરિગેશનથી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કર્યું છે. આ કારખાનું જ્યારે ચાલુ થશે ત્યાર પછી અનેક પ્રકારની ચીજો એની સાથે જોડાશે.​​​​​​​


'10 હજાર ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે'
નરેન્દ્રભાઇએ સૌથી પહેલું કામ કર્યું હોત તો તે, દેશભરના ખેડૂતો માટે તો એ કર્યું કે, 75 વર્ષની ખેડૂતો માંગણી કરતા હતા કે, સહકાર મંત્રાલય અલગ બનાવો, કોઇ સાંભળતું ન હતું. પણ, મોદીજીએ આ માગ સ્વીકારી અલગ મંત્રાલય બનાવ્યું. આજે અર્બન બેન્ક હોય, જિલ્લા બેન્ક હોય કે, તેનું સંગઠન બનાવવાનું હોય, દરેક ક્ષેત્રમાં સહકારિતા મંત્રાલયે ઇનિસેટીવ લઇ 60 કરોડથી વધારે ખેતીના આધારે જીવન ગુજારનારા લોકો માટે વિકાસના દ્વાર ખોલી નાખ્યા. જેના અંતર્ગત આજે ઇન્ડિયન પોટાશ લિમિટેડે 10 હજારથી વધુ લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. જેમાં 60% મુડી કોઓપરેટીવ ક્ષેત્રની છે. જેના માધ્યમથી આ ત્રણેય શુગર મિલનો પુનરોદ્ધાર થયો છે.


10 હજાર ખેડૂતોના જીવનમાં આ મિલ શરૂ થવાથી પરિવર્તન થશે
કોંગ્રેસીયાઓના રાજમાં ખેડૂતો માટે ખાલી 22 હજાર કરોડનું બજેટ હતું. મોદી સાહેબે 6 ગણું બજેટ વધારવાનું કામ કર્યું. આખા દેશના ખેડૂતોને સાડા આઠ લાખ ધિરાણ આપવામાં આવતું હતું. જે આજે 50 હજાર કરોડ સુધી પહોંચ્યું છે.


ઇન્ડિયન પોટાશ લિમિટેડે લોકોના જીવનમાં અજવાળું પાથર્યું
કિસાન ક્રૅડિટ કાર્ડની લિમિટ વધારીને 5 લાખ કરી. ઇન્ડિયન પોટાશ લિમિટેડે 10 હજારથી વધુ લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. બધાની મારી વિનંતી છે પાણી બચાવાનું કામ ગુજરાતથી જ શરૂ થયું હતું. તો તેને બધા આગળ વધારજો. પોતાના ખેતરમાં ડીપ ઇરીગેશનની યોજના લાગુ કરજો. મોદી સાહેબે તેમનું વચન પાળ્યું હવે આપણે ડીપ ઇરિગેશનથી પાણી બચાવવાનું કામ કરવાનું છે. આ તકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું.

કોડીનારમાં શાહનું અદકેરું અભિવાદન
અમિત શાહે ધર્મપત્ની સાથે મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી સોમનાથ VVIP ગેસ્ટહાઉસ ખાતે બપોરનું ભોજન લીધું. જે બાદ અમિત શાહ કોડીનારમાં શુગર મિલના પુનઃઉત્થાન કાર્યક્રમમાં પહોંચ્યા. કોડીનાર ખાતે અમિત શાહનું આગમન થતાં કાર્યક્રમ સ્થળના રૂટ પર તેમનું અદકેરું અભિવાદન કરાયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application