ખાદ્ય પદાર્થોની મોંઘવારી વચ્ચે શિક્ષણ અને આરોગ્ય ખર્ચમાં પણ વધારો, લોકો પરેશાન

  • September 12, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોંઘવારીથી સામાન્ય લોકોને ફટકો

કઠોળની વાવણી ૮.૫૮% ઘટી, સરકાર તહેવાર પહેલા વધારશે પુરવઠો



ખાદ્યપદાર્થો અને રોજીંદી વપરાશની ચીજવસ્તુઓમાં મોંઘવારીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ પાછળ થતા ખર્ચમાં વધારો પણ મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સના ફાઇનાન્શિયલ ઇમ્યુનિટી સ્ટડી અનુસાર, દેશમાં ૫૯% લોકો વધતી જતી ખાદ્ય મોંઘવારીથી પરેશાન છે, જેમાંથી કઠોળ, મસાલા અને શાકભાજીની વધતી કિંમતોએ સમસ્યામાં સૌથી વધુ વધારો કર્યો છે. જ્યારે ૪૩% લોકો મને છે કે રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવમાં વધારો તેમની ચિંતાનું મુખ્ય કારણ છે.


સર્વેમાં ૩૬% લોકોએ આરોગ્ય ખર્ચમાં વધારો, ૩૫% લોકોએ કહ્યું કે શિક્ષણ ખર્ચમાં વધારો ચિંતાનું કારણ છે, કારણ કે શિક્ષણની મોંઘવારી દર વર્ષે ૧૧ થી ૧૨%ના દરે વધી રહી છે, જ્યારે સારવારને લગતા ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે, દર વર્ષે જે ૧૪% મોંઘું થઇ રહ્યું છે. ૨૪% લોકોએ તેમની ખરાબ માનસિક સ્થિતિ અને તેમની શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે ૨૩% લોકો તેમની નોકરી ગુમાવવાનો ડર અનુભવે છે અને ૧૯% લોકોએ કહ્યું કે તેમની પાસે ન તો પૂરતું જીવન છે કે ન તો સ્વાસ્થ્ય વીમા કવચ.


કઠોળની મોંઘવારી પર અંકુશ આવશે!

દાળની વધતી જતી મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર કઠોળનો પુરવઠો વધારવા માટે પગલાં લઈ શકે છે. સરકારે પહેલાથી જ ઘણા  કઠોળ પર સ્ટોક લિમિટ લાદ્યા છે અને કેટલાક કઠોળની આયાત પર છૂટ આપી છે. હવે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સરકાર તેના સ્ટોકમાંથી કઠોળનો પુરવઠો વધારી શકે છે. માત્ર એક મહિનામાં તુવેર, અડદ, મગ અને ચણાના ભાવમાં ૩% થી ૧૦% નો વધારો જોવા મળ્યો છે. ગ્રાહક મંત્રાલયના સચિવે જણાવ્યું હતું કે, કેનેડામાંથી મસૂર દાળ અને આફ્રિકન દેશોમાંથી તુવેર દાળની આયાત વધી છે. સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો થવાના ડરથી ભારત કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી કઠોળની આયાત કરી રહ્યું છે.


લોકોની ચિંતાના મુખ્ય કારણો

૫૨% લોકો તેમના નાણાકીય સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે તેમના ખર્ચમાં વધારો કરી રહ્યા છે. તેમાંથી ૧૭% બચત પર, ૧૧% જીવન વીમા અને ૮% સ્વાસ્થ્ય વીમા પર ખર્ચવામાં આવે છે. ૪૧% લોકો આવકના અન્ય સ્ત્રોતો બનાવી રહ્યા છે, ૩૭% લોકો જીવન અને સ્વાસ્થ્ય વીમા પર ખર્ચ વધારી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં દાળ ૧૦% મોંઘી, મસાલાના ભાવ ૧૫% વધ્યા છે. દેશમાં ચોમાસાના વરસાદમાં ૧૧% ઘટાડાને કારણે, વર્તમાન ખરીફ સિઝનમાં કઠોળની વાવણી હેઠળનો વિસ્તાર ૮.૫૮% જેટલો  ઘટીને ૧૧૯.૯૧ લાખ હેક્ટર થયો છે. કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ડાંગરની વાવણી હેઠળનો કુલ વિસ્તાર ૪૦૩.૪૧ લાખ હેક્ટર હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૩૯૨.૮૧ લાખ હેક્ટર હતો. ૪૩% લોકોએ કહ્યું કે, દૈનિક વપરાશની વસ્તુઓની કિંમતોમાં વધારો તેમની ચિંતાનું મુખ્ય કારણ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application