એમેઝોન દેશમાં 20 લાખ લોકોને આપશે રોજગાર, IT રાજ્યમંત્રીએ ટ્વીટ કરી આપી માહિતી

  • June 26, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમેઝોનની આગામી વર્ષોમાં દેશમાં 20 લાખ નોકરીઓ આવવાની છે અને IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ અંગે ટ્વીટ કર્યું છે. જેનાથી આશાઓ વધી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના યુએસ પ્રવાસમાં ભારતમાં અબજો ડોલરના સોદા થયા છે. ત્યારે એક કંપની એવી છે જેણે આ મુલાકાત દરમિયાન ભારતમાં લાખો નોકરીઓ પૂરી પાડવાની ખાતરી આપી છે. દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારતમાં 20 લાખ નોકરીઓ આપવાની ખાતરી આપી છે. આ જાણકારી દેશના આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કરીને આપી છે.


IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પોતાના ટ્વીટમાં લખ્યું કે એમેઝોન ઈન્ડિયા દ્વારા મોટા રોકાણ માટે પ્રતિબદ્ધતા આપવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતમાં $26 બિલિયનનું રોકાણ અને 20 લાખ નોકરીઓનું સર્જન થશે. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા અને આત્મનિર્ભરતાના વિઝન સાથે યુએસ-ભારત ટેકની ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં એક પગલું સાબિત થશે.




ઈ-કોમર્સ કંપની એમેઝોનના ટોચના અધિકારીએ જણાવ્યું છે કે કંપની ભારતમાં વધારાના $15 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેનાથી ભારતમાં કંપનીનું કુલ રોકાણ $26 બિલિયન થઈ જશે. યુએસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી, એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એન્ડી જેસીએ કહ્યું કે કંપની ભારતમાં 11 અબજ ડોલરનું રોકાણ કરી ચૂકી છે.


તેમણે કહ્યું હતું કે મેં વડા પ્રધાન મોદી સાથે ખૂબ જ સારી અને અર્થપૂર્ણ વાતચીત કરી અને મને લાગે છે કે અમારા ઘણા લક્ષ્યો સમાન છે. એમેઝોન ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. અમે અત્યાર સુધીમાં $11 બિલિયનનું રોકાણ કર્યું છે અને અમે અન્ય $15 બિલિયનનું રોકાણ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ, જે કુલ રકમને $26 બિલિયન પર લઈ જઈએ છીએ. તેથી અમે ભાગીદારીના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ.


ભારતના વિદેશ મંત્રાલયે પણ ટ્વીટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમેઝોનના ચેરમેન અને સીઈઓ સાથે અર્થપૂર્ણ મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, "ભારતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રે અને ઈ-કોમર્સ ક્ષેત્રે એમેઝોન સાથે સહકાર વિસ્તરણની સંભાવના પર ચર્ચાઓ કેન્દ્રિત થઈ." મોદીએ ભારતમાં એમએસએમઈના ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે એમેઝોનની પહેલને આવકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application