અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્નાની 'પુષ્પા 2'ની ટીમને નડ્યો અકસ્માત, બસમાં સવાર કૃ મેમ્બર્સ થયા ઘાયલ

  • June 01, 2023 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ આ દરમિયાન આ ફિલ્મ સાથે જોડાયેલા એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મની ટીમ હાલમાં જ એક માર્ગ અકસ્માતનો ભોગ બની છે.


અહેવાલ મુજબ, ફિલ્મની ટીમ બસમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે જ તે તેલંગાણાના નાલગોંડા જિલ્લાના નરકેટપલ્લી ખાતે બીજી બસ સાથે અથડાઈ હતી. અહેવાલો અનુસાર, આ ઘટનામાં ફિલ્મના કેટલાક સભ્યો ખરાબ રીતે ઘાયલ થયા છે, જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘાયલ લોકોને ટૂંક સમયમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ ઘટનાની વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. જો કે ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી આ ઘટના સાથે જોડાયેલી કોઈ માહિતી આપી નથી.


'પુષ્પાઃ ધ રાઇઝ' 2021માં રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ સુકુમાર દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી. તે એક એક્શન-ડ્રામા ફિલ્મ હતી. તાજેતરમાં, ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુને પુષ્પા 2 નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં અલ્લુએ સાડી પહેરી છે અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગમાં રંગવામાં આવ્યો છે. આ સાથે તેણે બંગડીઓ, ઘરેણાં, નોઝ પિન અને કાનની બુટ્ટી પણ પહેરી છે.


હાલમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું નથી અને સમાચાર આવી રહ્યા છે કે સાઈ પલ્લવી પણ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે જોડાઈ ગઈ છે. રિપોર્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે ફિલ્મના મેકર્સ બોલિવૂડ એક્ટરને પણ કાસ્ટ કરવા વિશે વિચારી રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application