પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાના મુખ્ય સૂત્રધાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો વીડિયો કોલ વાયરલ થયો છે. જેમાં તે પાકિસ્તાનના કુખ્યાત માફિયા ડોન શહજાદ ભટ્ટી સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. લોરેન્સ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવે છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 16 જૂનનો છે.
જો કે હજુ સુધી આ અંગે પોલીસ તરફથી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી. લોરેન્સ હાલમાં ગુજરાતની જેલમાં બંધ છે. આવી સ્થિતિમાં તેના વીડિયો કોલના કારણે એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. કુખ્યાત માફિયા ડોન શહઝાદ ભટ્ટી જેની સાથે લોરેન્સ વાત કરી રહ્યો છે, તેનું નામ પાકિસ્તાનમાં હત્યા, જમીન માફિયા, હથિયારોની દાણચોરી સહિતના અનેક ગંભીર કેસોમાં નોંધાયેલું છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતની અમદાવાદ જેલમાં બંધ છે. ત્યાંથી તેણે પાકિસ્તાની અંડરવર્લ્ડ ડોન ભટ્ટીને ઉપરોક્ત વીડિયો કોલ કર્યો હતો. લોરેન્સને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાત લઈ આવવામાં આવ્યો હતો. વીડિયો કોલમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોરેન્સ ભટ્ટી સાથે વાત કરતા કહે છે કે, તમને ઈદની શુભેચ્છા. તેના પર ભટ્ટીએ કહ્યું- પાકિસ્તાનમાં આજે નહીં પરંતુ કાલે ઈદ મનાવવામાં આવશે. જે બાદ લોરેન્સે જવાબ આપ્યો કે તો હું તમને આવતીકાલે ઈદ મુબારકની શુભેચ્છા પાઠવીશ.
શહેઝાદ ભટ્ટી કોઈ સામાન્ય ગેંગસ્ટર નથી, પરંતુ ભટ્ટીની ઈન્ટરનેશનલ લેવલ પર પકડ છે. ભટ્ટીનું નેટવર્ક અમેરિકા, કેનેડા, પાકિસ્તાન, દુબઈ અને અન્ય દેશોમાં પણ ચાલે છે. તે તેના બોસ ફારૂક ખોખર સાથે મળીને તેનું આખું નેટવર્ક ચલાવે છે. ફારુક ખોખર રાજકીય સ્તરે પણ સારી પકડ ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech