જોડિયા તાલુકાનાં બાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરતાં કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ

  • July 17, 2023 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયા તાલુકાનાં બાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરતાં કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ


રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલના વરદ હસ્તે જોડિયા તાલુકાનાં બાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામીણ સ્તરે પણ નાગરિકોને સરળતાથી બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ઉપરોક્ત ગામોએ બેંક દ્વારા જમીનની ખરીદી કરી બૅન્ક તથા મકાન બનાવવામાં આવી રહ્યા છે.



આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એક સમયે ખોટ માં ચાલતી બેંક આજે યોગ્ય નીતિ-રીતિ અને નિષ્ઠાવાન કર્મીઓને કારણે ખૂબ સારી કામગીરી કરી રહી છે.બેંકના વહીવટદારો દ્વારા કરવામાં આવેલ ઉત્તરોતર સુધારાઓ અને બેંકની વિવિધલક્ષી કામગીરીની પણ મંત્રીશ્રીએ લોકોને જાણકારી આપેલ.આ પ્રસંગે બેંકના ચેરમેન તથા વિવિધ ગામની સહકારી મંડળીઓ, સરપંચો, હોદેદારો અને કાર્યકરો દ્વારા મંત્રીશ્રીનું શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવેલ.



આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મેઘજીભાઇ ચાવડા, જામનગર ડી.કો.ઑ, બેંકના ચેરમેન શ્રી પી.એસ.જાડેજા, બેંકના ડાયરેકટર સર્વશ્રી ધરમશીભાઈ ચનિયારા, જીવણભાઈ કુંભારવાડીયા, , દેવકરણભાઈ ભાલોડીયા, ભીમજીભાઇ મકવાણા, રશીકભાઈ ભંડેરી, નવલભાઈ મુંગરા, જેઠાભાઇ અઘેરા, ભરત ઠાકર, જયેન્દ્રસિંહ જાડેજા, ટગુભા જાડેજા, દિલીપભાઇ રામપરિયા, હિતેશભાઇ ટાંક, તા. ૫. સભ્યઓ, સરપંચશ્રીઓ, જામનગર ડી.કો.ઑ બેંકનો સ્ટાફ તેમજ આસપાસના ગામોના ખેડૂતભાઇઓ ઉપસ્થિત રહ્યા હત્તા.કાર્યક્રમનું સંચાલન બેંકના એમ.ડી.  કેતનભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application