સામાન્ય રીતે, ચોર ગુનો કર્યા પછી કોઈ નિશાન છોડતા નથી, પરંતુ ચીનમાં ચોરે જે પણ કર્યું તેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ચોરે જે ઓફિસમાં ચોરીને અંજામ આપ્યો હતો ત્યાં એક પત્ર છોડી દીધો હતો, જેમાં તેણે કંપનીના માલિકને કેટલાક સૂચનો આપ્યા હતા.
અહેવાલ મુજબ, ચોરીની આ વિચિત્ર ઘટના 17 મેના રોજ શાંઘાઈમાં બની હતી, જ્યારે ચોર અહીંની એક કંપનીની ઓફિસમાંથી મોંઘી ઘડિયાળ અને લેપટોપ લઈને ફરાર થઈ ગયો હતો. આટલું જ નહીં, ચોરે કંપનીના માલિક માટે એક ચિઠ્ઠી પણ મૂકી હતી, જેમાં તેણે સુરક્ષા વધુ કડક કરવાની સલાહ આપી હતી.
શાંઘાઈ પોલીસે જણાવ્યું કે સોંગ નામનો આ ચોર કેમ્પસની દિવાલ પર ચઢીને ઓફિસમાં ઘુસ્યો હતો. તેણે એપલ મેકબુક અને ઘડિયાળની ચોરી કરી હતી. પરંતુ વિચિત્ર વાત એ હતી કે ટેબલ પર બીજા ઘણા ફોન અને લેપટોપ હતા, જે તેણે ચોર્યા ન હતા, પરંતુ તેના પર એક ચિઠ્ઠી લખેલી છોડી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, 'નોટમાં ચોરે લખ્યું હતું કે તમારે (કંપનીના માલિક) એન્ટી થેફ્ટ સિસ્ટમને ઠીક કરવાની જરૂર છે. જો હું ઇચ્છતો હોત, તો હું બધા લેપટોપ અને ફોનની ચોરી કરી શક્યો હોત, પરંતુ તમારા વ્યવસાયને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખું છું.
એવું લાગે છે કે ચોરને પૂરો વિશ્વાસ હતો કે તે પકડાશે નહીં, કારણ કે તેણે નોટના અંતે પોતાનો ફોન નંબર પણ લખ્યો હતો. તેણે કંપનીના માલિકને એમ પણ કહ્યું કે જો તેને તેનું લેપટોપ અને ઘડિયાળ પાછી જોઈતી હોય તો તે તેનો સંપર્ક કરી શકે છે. જોકે, ચોરની આ ટ્રિક ના લીધે તે પકડાઈ ગયો. થોડા જ કલાકોમાં, શાંઘાઈ પોલીસે તેને શહેરથી જતી ટ્રેનમાં પકડી લીધો. ચોરીનો સામાન પણ મળી આવ્યો છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.
ચોરીની આ અનોખી ઘટના હાલ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ મેળવી રહી છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે, આ ચોર ઘણો દયાળુ નીકળ્યો. જ્યારે, અન્ય એક કહે છે, તેણે પોતાને તુર્રમ ખાન સમજ્યો અને ત્યાં જ ભૂલ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહત્યામાં 302 નહીં, 103... જાણો નવા કાયદામાં કયા ગુના માટે લાગશે કઇ કલમ?
July 01, 2024 04:26 PMગોંડલ નજીક ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતા અકસ્માત
July 01, 2024 04:00 PMવેરાવળમાં નગરપાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના પોકળ દાવા
July 01, 2024 03:53 PMગોંડલ: બુગદા કાંઠે બંધ મકાનની દીવાલ ધરાશાયી
July 01, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech