ઋષભ પંત પછી કેએલ રાહુલે પણ સર્જરી બાદ આવ્યો ક્રેચના સહારે, પત્ની અથીયા રાખી રહી છે ખાસ સંભાળ

  • May 15, 2023 12:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા દિવસો પહેલા ઋષભ પંતની ક્રેચ સાથેની તસવીરે હેડલાઇન્સ બનાવી હતી. હવે કેએલ રાહુલની પણ આ જ તસવીર સામે આવી છે. કેએલ રાહુલે સર્જરી પછીની તેની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં તે ક્રેચની મદદથી ચાલતો જોવા મળી રહ્યો છે.

IPL 2023 માં, KL રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો. આ જ સિઝનની એક મેચમાં તે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેની જાંઘમાં ઈજા થઈ હતી. શરૂઆતમાં તે કેટલીક મેચમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ તપાસ રિપોર્ટમાં જ્યારે તેની ઈજાની ગંભીરતા સામે આવી ત્યારે સર્જરી કરવામાં આવી હતી.

સર્જરી બાદ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં કેએલ રાહુલ એકલો નથી. તેની પત્ની આથિયા પણ તેની સાથે છે. પ્રથમ તસવીરમાં કેએલ રાહુલ ક્રેચની મદદથી વિદેશી રસ્તા પર ચાલતો જોવા મળે છે. બીજા ફોટામાં આથિયા પણ તેની સાથે છે. જ્યારે ત્રીજા ફોટામાં તે વોકરની મદદથી ચાલતો જોવા મળે છે.

આ પહેલા ઋષભ પંતની પણ આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે પણ ક્રેચના સહારે ચાલતો જોવા મળ્યો હતો. આ તસવીર પંતે પોતે શેર કરી હતી. 


જાંઘની ઈજાને કારણે કેએલ રાહુલને આઈપીએલ 2023માંથી બહાર થવું પડ્યું છે. આ સિવાય તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ટીમમાં તેના સ્થાને ઈશાન કિશનની પસંદગી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application