દરેક વ્યક્તિનું સપનું હોય છે કે એક એવી નોકરી હોય જે તેને સારા પૈસા આપે અને તે પોતાના અને તેના પરિવાર માટે આરામદાયક જીવન જીવી શકે. આ જ કારણ છે કે વ્યક્તિ બાળપણથી જ સખત મહેનત કરે છે, જેથી તે તેના લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકે. પરંતુ શું થાય છે જ્યારે કોઈ લાખોની નોકરી છોડી દે છે અને પેસ્ટ્રી હેલ્પર તરીકે કામ કરવાનું શરૂ કરે છે. તમને આ સાંભળવામાં થોડું અજીબ લાગશે, પરંતુ આ સાચું છે.
ગૂગલ જેવી કંપનીમાં કામ કરવું એ દરેકનું સપનું હોય છે. ગૂગલના ઇન્ટરવ્યુને ક્રેક કરવુંએ દરેક વ્યક્તિ માટે સહેલું નથી. કામ અને પગારની બાબતમાં ગૂગલ અન્ય ટેક કંપનીઓ અને કોર્પોરેટ કરતાં આગળ છે. અહીં ફ્રેશર્સને કરોડોના પેકેજ પણ મળે છે. પણ, માત્ર શોખ ખાતર આ નોકરી છોડી દેવી જોઈએ? આ વાત તમને અજીબ લાગી શકે છે પરંતુ આ સંપૂર્ણ રીતે સત્ય છે. હકીકતમાં, એક મહિલાએ તેની 83 લાખ રૂપિયાની ગૂગલની નોકરી ફક્ત એટલા માટે છોડી દીધી કારણ કે તેને પેસ્ટ્રી બનાવવાનો શોખ હતો.
અમે અહીં વાત કરી રહ્યા છીએ વાલકોર્ટ વિશે, જે ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર હતી, પરંતુ વર્ષ 2022 માં તેણે આ નોકરી છોડીને ફ્રાન્સ જવાનું વિચાર્યું. આ સમયે તેણી માત્ર 30 વર્ષની હતી, પરંતુ એક દિવસ અચાનક તેણીએ તેના જુસ્સાને અનુસરવાનું નક્કી કર્યું અને અમેરિકા છોડીને ફ્રાન્સમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. તેણીએ કહ્યું "હું અહીં અમેરિકા કરતાં વધુ ખુશ છું, ભલે હું અહીં માત્ર 25 લાખ રૂપિયાની કમાણી કરી રહી છું, પરંતુ હું અહીં ખૂબ જ ખુશ છું. આ કમાણીથી હું મારા તમામ ખર્ચ સરળતાથી પૂરા કરી શકું છું. તેને ફ્રેન્ચ વર્ક કલ્ચર પણ ગમે છે, જે અમેરિકાથી સંપૂર્ણપણે અલગ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech