રાહુલ ગાંધીના આરોપો બાદ ભાજપે જણાવી વાસ્તવિકતા, PM મોદીની જાતિ અંગે ભાજપનો મોટો દાવો

  • February 08, 2024 06:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, "PM મોદી OBC જન્મ્યા ન હતા. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી, તેમણે તેમની જાતિને OBC તરીકે જાહેર કરી." હવે તેમના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. બીજેપીએ કહ્યું, "આ એક જુઠ્ઠાણું છે. પીએમ મોદીની જાતિને 27 ઓક્ટોબર, 1999ના રોજ ઓબીસી તરીકે જાહેર કરવામાં આવી હતી, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેના બે વર્ષ પહેલા."


કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "PM મોદી સંસદમાં કહે છે કે OBC વર્ગને શા માટે ભાગીદારીની જરૂર છે? તેઓ કહે છે, હું OBC છું. મોદીજીનો જન્મ ગુજરાતમાં ઘાંચી જાતિના પરિવારમાં થયો હતો. પીએમ મોદીનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો. તેઓ ઓબીસીના કોઈ લોકોને ગળે લગાવતા નથી, કોઈ ખેડૂતનો હાથ પકડતા નથી. PM નરેન્દ્ર મોદી જ્ઞાતિની વસ્તી ગણતરી કરવાના નથી. જાતિની વસ્તી ગણતરી માત્ર કોંગ્રેસ કરશે. તેઓ ક્યારેય પછાત લોકોના અધિકારો અને હિસ્સા સાથે ન્યાય નહીં કરી શકે. જ્યારે મોદીજી કહે છે કે દેશમાં માત્ર બે જ જાતિઓ છે. ગરીબ અને અમીર તો પછી તેઓ ઓબીસીના ક્યાંથી થઈ ગયા?”


આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, "PM મોદીનો પગાર 1 લાખ 60 હજાર રૂપિયા છે. તેઓ દિવસભર લાખોના સૂટ પહેરે છે, સાંજે શાલ પહેરે છે." 1 લાખ 60 હજાર રૂપિયાનો પગાર ધરાવતા પીએમ મોદી મહિનામાં 2-3 કરોડ રૂપિયાના સૂટ કેવી રીતે પહેરે છે?


​​​​​​​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News