100 વર્ષ પછી આકાશમાં જોવા મળશે અદ્ભુત નજારો, એકસાથે નજર આવશે 3 સૂર્યગ્રહણ

  • April 11, 2023 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૈશાખ અમાસ એટલે કે 2૦ એપ્રિલના રોજ થવાનું છે. આ વખતે સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ થવાનું છે.દર વર્ષે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે, જેને ખગોળીય ઘટનાઓ ગણવામાં આવે છે.તેવી જ રીતે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થવાનું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.વર્ષના પ્રથમ સૂર્યગ્રહણના દિવસે પણ એક અદ્ભુત નજારો જોવા મળશે. વાસ્તવમાં 20 એપ્રિલે ત્રણ પ્રકારના સૂર્યગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિક રીતે હાઇબ્રિડ સૂર્યગ્રહણ નામ આપવામાં આવ્યું છે.


વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ, 2023ના રોજ સવારે 07:04 વાગ્યે શરૂ થશે, જે બપોરે 12:29 વાગ્યે સમાપ્ત થશે એટલે કે આ વખતે સૂર્યગ્રહણનો સમયગાળો 5 કલાક 24 મિનિટનો રહેશે. જો કે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં.


વૈજ્ઞાનિકોના મતે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ત્રણ પ્રકારનું હશે, જે આંશિક, કુલ અને વલયાકાર હશે.


હાઇબ્રિડ સૂર્યગ્રહણ શું છે?

વૈજ્ઞાનિકોના મતે જ્યારે સૂર્યગ્રહણ સમયે તે આંશિક, વલયાકાર અને સંપૂર્ણ હોય છે, તેને હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવી ખગોળીય ઘટના લગભગ 100 વર્ષ પછી બની રહી છે.


સંપૂર્ણ સૂર્યગ્રહણ શું છે?

જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ રેખામાં આવે છે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે. આવી સ્થિતિમાં પૃથ્વીનો એક હિસ્સો સંપૂર્ણ રીતે અંધકારમય બની જાય છે.


વલયાકાર સૂર્યગ્રહણ શું છે?

આ ખગોળીય ઘટના તદ્દન અલગ છે. આ સૂર્યગ્રહણમાં ચંદ્ર સૂર્યની મધ્યમાં આવે છે એટલે કે સૂર્ય તેજસ્વી વીંટી જેવો દેખાય છે. તેને 'રિંગ ઓફ ફાયર' પણ કહેવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application