જૂનાગઢમાં ૧૯૯૫ના વર્ષમાં ૧૨૬ કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ થયું હતું આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા જૂનાગઢના ચોથા અધિક ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટે વકીલ અને ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ વાઇસ ચેરમેન સહિત છને ત્રણ ત્રણ વર્ષની સજા અને દડં ફટકાર્યેા છે. સમગ્ર કેસમાં જૂનાગઢના પૂર્વ મેયર સહિત બે વ્યકિતના અવસાન થતા તેના નામ રદ કરાયા છે.
આ કેસની વિગત મુજબ વંથલી તાલુકાના શાપુરની શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ અને વંથલીના ઉમિયા ઇન્ડસ્ટ્રીઝ નામે ખોટા બિલ બનતા હોવાની બાતમીને આધારે તે સમયના વંથલી મામલતદારે ૧૬–૭–૧૯૯૫ ના રોજ જૂનાગઢના કાળવા ચોકમાં આવેલા વિશાલ ટાવરના પહેલા માળે આવેલી કેપ્ટન એન્ટરપ્રાઇઝની બાજુના મમાં તપાસ કરવામાં આવી હતી જેમાં બંને ઇન્ડસ્ટ્રીઝને લગતું સાહિત્ય મળી આવ્યું હતું. સરકારી કચેરીના નામના રાઉન્ડશીલ, રબર સ્ટેમ્પ,૨૧.૧૦ લાખની રોકડ ડુપ્લીકેટ પરવાના, બુક તેમજ એક વંથલી સોરઠ તાલુકાનું રાઉન્ડશીલ મળી આવ્યું હતું. જેનું કંપનીના ખોટા બિલમાં દુપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું. જે અનુસંધાને દોલત પરા વિસ્તારમાં ભવનાથ સેલ્સ કોર્પેારેશન, સાબલપુર પ્રો જેનાથ સીડ કોર્પેારેશન, યોગેશ ઇન્ડસ્ટ્રીઝ સાબલપુરમાં તપાસ કરી તેના માલિકોના નિવેદન લેતા શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસ તથા બિલ જોવામાં આવ્યા હતા. જે તે ઇન્ડસ્ટ્રીઝના માલિક તથા વહીવટ કરતા ની પૂછપરછ કરતા શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ શાપુરના બિલ અને ગેટ પાસ જૂનાગઢના મુકેશ ચુનીલાલ કામદારે આપ્યા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન મુકેશ કામદારે ખોટા બીલ બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી અને મુકેશ કામદાર ઉપરાંત કેશોદના રસિક પ્રભુદાસ દવે, કિરીટ સાવલિયા, બાબુ શંભુ રાખોલીયા, ઉપલેટા ના અશ્વિન વાઘેલા, ભરત રતિલાલ સૂચક, સતીષ રમેશચદ્રં વિરડા, ગણોદના દિનેશ વીરા વીરડાની સંડોવણી સામે આવી હતી.તપાસ દરમિયાન આ શખ્સો ખોટા વાઉચર, બિલ અને ગેટ પાસ બનાવવાનું સામે આવ્યું હતું.
જે મિલના બીલ બનાવવામાં આવ્યા હતા ત્યાં જુલાઈ ૧૯૯૪ થી વીજ કનેકશન કપાઈ ગયા હતા. સમગ્ર મામલે પુરવઠા, સેલ્સ ટેકસ વિભાગે તપાસ હાથ ધરી હતી.અને બધં મિલના નામે બોગસ બીલ બનાવીને સરકારી મોટી રકમની ચોરી કરી છેતરપિંડી હોવાનું ખુલ્યું હતું. મીલ બધં હતી છતાં આ મિલના નામે વિશાલ ટાવરમાં આવેલી દુકાનમાંથી ખાધતેલનું ૧૨૬ કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ થયું હતું. આ અંગે વંથલીના તત્કાલીન મામલતદાર એમબી સોનીએ મુકેશ ચુનીલાલ કામદાર સહિત આઠ સામે તા.૧૭ જુલાઈ ૧૯૯૫ના ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ગઈકાલે ચાલી જતા જુનાગઢના ચોથા અધિક ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટ હિતેશકુમાર ધોળકિયાએ વકીલ અને ગુજરાત બાર કાઉન્સિલ ના વાઇસ ચેરમેન મુકેશ કામદાર, રસિક દવે, કિરીટ સાવલિયા, બાબુ રાખોલીયા, અશ્વિન વાઘેલા અને દિનેશ વિરડાને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા ૧–૧ હજાર પિયાનો દડં ફટકાર્યેા છે અને જો દંડના ભરે તો ૩૦ દિવસની સાદી કેદની સજા ભોગવવા હત્પકમ કર્યેા છે. આ ઉપરાંત આરોપીઓના જામીન તથા જામીન ખર્ચ રદ કરવા અને યુડિશિયલ કસ્ટડીમાં લેવા હત્પકમ કરાયો છે.સમગ્ર કેસમાં પૂર્વ મેયર સતીશ વીરડા અને ભરત સૂચકનું અવસાન થતા તેના નામ આરોપી તરીકે રદ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech